AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓનું આંદોલન સમેટાયું ! સરકાર સાથેની બેઠક બાદ કર્મચારી મહામંડળે નિર્ણય કર્યો હોવાની કરાઈ જાહેરાત

બેઠક દરમિયાન કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કર્મચારીઓની માગણીઓ પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી તેમના નિરાકરણ માટે ખાતરી આપી હોવાનું જણાવાયું છે.

Breaking News : ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓનું આંદોલન સમેટાયું ! સરકાર સાથેની બેઠક બાદ કર્મચારી મહામંડળે નિર્ણય કર્યો હોવાની કરાઈ જાહેરાત
| Updated on: Oct 09, 2026 | 6:21 PM
Share

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ચલાવવામાં આવી રહેલા આંદોલનનો અંત આવ્યો છે. રાજ્ય સરકાર સાથે ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ મહામંડળે આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરી છે. સરકાર તરફથી કર્મચારીઓની વ્યાજબી માગણીઓ અંગે સકારાત્મક ખાતરી આપવામાં આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમારે જણાવ્યું હતું.

નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સહિતના સંવર્ગના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને આ આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. હવે સરકાર સાથેની વાટાઘાટો બાદ આંદોલન સમેટાતાં મહેસૂલ વિભાગની કામગીરી અને સંબંધિત સરકારી સેવાઓ સામાન્ય થવાની અપેક્ષા છે.

જીતુ વાઘાણી અને સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં બેઠક

ગાંધીનગર ખાતે, ગઈકાલ 8 ઓક્ટોબરના રોજ, ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના મહેસૂલ પ્રધાન સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમાર સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કર્મચારીઓની માગણીઓ પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી તેમના નિરાકરણ માટે ખાતરી આપી હોવાનું જણાવાયું છે.

સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે સરકારની પ્રાથમિકતા: જીતુ વાઘાણી

બેઠક બાદ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે તે માટે કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે ઉદાર અને સહાનુભૂતિપૂર્ણ અભિગમ ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે કર્મચારીઓની વ્યાજબી માગણીઓના ઝડપી નિરાકરણ માટે સરકારે સકારાત્મક વલણ અપનાવ્યું છે. સરકાર અને કર્મચારી સંગઠન વચ્ચે સંવાદ દ્વારા પ્રશ્નો ઉકેલાય અને જનતાને સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી ન પડે તે દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા છે.

પ્રજાહિતમાં આંદોલન સમેટવાનો નિર્ણય: સંજયસિંહ મહીડા

રાજ્યકક્ષાના મહેસૂલ પ્રધાન સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે પ્રજાના વ્યાપક હિત અને કર્મચારીઓના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકારે સકારાત્મક વાતાવરણમાં વાટાઘાટો કરી છે. સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મહામંડળે પણ ઉદાર અભિગમ અપનાવી આંદોલન સમેટવાનો નિર્ણય કર્યો છે.

જામસંગભાઈ પરમારે કરી આંદોલન પાછું ખેંચવાની જાહેરાત

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમારે સરકાર સાથેની બેઠક બાદ આંદોલન પાછું ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન કર્મચારીઓની માગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવવામાં આવી છે અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપવામાં આવી છે. સરકારના સકારાત્મક અભિગમને ધ્યાનમાં રાખીને મહામંડળે આંદોલન સમેટવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તેમણે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો અને મહેસૂલ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

આંદોલન સમેટાતાં નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સહિતના કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હવે સરકાર દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે. માગણીઓના નિરાકરણ માટે આપવામાં આવેલી ખાતરીનો અમલ ક્યારે અને કેવી રીતે થાય છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.

Breaking News : ગુજરાતનાં 9 શક્તિપીઠો અને દેવસ્થાનોમાં ‘નવરાત્રી શક્તિપર્વ-2026’ની ઉજવણી, 11થી 19 ઓક્ટોબર સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો

Follow Us
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
g clip-path="url(#clip0_868_265)">