AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતનાં 9 શક્તિપીઠો અને દેવસ્થાનોમાં ‘નવરાત્રી શક્તિપર્વ-2026’ની ઉજવણી, 11થી 19 ઓક્ટોબર સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો

નવરાત્રી ગુજરાતની આગવી ઓળખ અને લોકસંસ્કૃતિનું પ્રતીક છે. આ પર્વ દરમિયાન શક્તિપીઠો અને માતાજીનાં મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. ‘નવરાત્રી શક્તિપર્વ-2026’ના આયોજનથી ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક વારસાને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

Breaking News : ગુજરાતનાં 9 શક્તિપીઠો અને દેવસ્થાનોમાં ‘નવરાત્રી શક્તિપર્વ-2026’ની ઉજવણી, 11થી 19 ઓક્ટોબર સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો
| Updated on: Oct 09, 2026 | 3:55 PM
Share

અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રીના પર્વને વધુ ભવ્ય અને ઉત્સવમય બનાવવા રાજ્ય સરકાર દ્વારા ‘નવરાત્રી શક્તિપર્વ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત રાજ્યનાં 9 પ્રખ્યાત માતાજીનાં દેવસ્થાનોમાં 11થી 19 ઓક્ટોબર દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમોનો હેતુ ગુજરાતની સમૃદ્ધ ધાર્મિક પરંપરા, લોકસંસ્કૃતિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આ આયોજન કરવામાં આવ્યું છે.

કયા મંદિરમાં ક્યારે યોજાશે કાર્યક્રમ?

નવરાત્રી શક્તિપર્વ અંતર્ગત રાજ્યનાં 9 ધાર્મિક સ્થળોએ અલગ-અલગ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમોનું સ્થળવાર સમયપત્રક નીચે મુજબ છે.

તારીખ સ્થળ
11 ઓક્ટોબર અંબાજી શક્તિપીઠ, બનાસકાંઠા
12 ઓક્ટોબર બહુચરાજી શક્તિપીઠ, મહેસાણા
13 ઓક્ટોબર શ્રી ઉમિયા માતા મંદિર, ઊંઝા
14 ઓક્ટોબર શ્રી આશાપુરા માતાજીનું મંદિર, મઢ, કચ્છ
15 ઓક્ટોબર શ્રી ચામુંડા માતા મંદિર, ચોટીલા, સુરેન્દ્રનગર
16 ઓક્ટોબર શ્રી મહાકાળી મંદિર, પાવાગઢ, પંચમહાલ
17 ઓક્ટોબર શ્રી ભદ્રકાળી મંદિર, અમદાવાદ
18 ઓક્ટોબર શ્રી હરસિદ્ધ માતા મંદિર, દેવભૂમિ દ્વારકા
19 ઓક્ટોબર શ્રી મોઢેશ્વરી માતા મંદિર, મોઢેરા, મહેસાણા

અરવિંદ વેગડા અને હિમાલી વ્યાસ નાયક સહિતના કલાકારો જમાવશે રંગ

નવરાત્રી શક્તિપર્વ દરમિયાન જાણીતા ગાયક કલાકારોની ઉપસ્થિતિ કાર્યક્રમોનું મુખ્ય આકર્ષણ રહેશે. 12 ઓક્ટોબરે બહુચરાજી ખાતે પ્રસિદ્ધ ગાયક અરવિંદ વેગડાના ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 19 ઓક્ટોબરે મોઢેરા સ્થિત શ્રી મોઢેશ્વરી માતા મંદિરે ગાયિકા હિમાલી વ્યાસ નાયકની ઉપસ્થિતિમાં ગરબાનું આયોજન થશે.

આ ઉપરાંત અન્ય સાત દેવસ્થાનો ખાતે પણ જાણીતા ગાયક કલાકારો દ્વારા ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓ માતાજીની આરાધના સાથે ગુજરાતી લોકસંગીત અને ગરબાની પરંપરાનો આનંદ માણી શકશે.

ધાર્મિક પ્રવાસનમાં અંબાજી, પાવાગઢ અને બહુચરાજીનો દબદબો

ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનનું મહત્ત્વ સતત જોવા મળી રહ્યું છે. રાજ્યના ‘આતિથ્યમ’ ટૂરિસ્ટ ફૂટફોલ ડેશબોર્ડના આંકડા મુજબ, ગુજરાતનાં ટોચનાં 10 પ્રવાસન સ્થળોમાં અંબાજી માતા મંદિર, પાવાગઢ અને બહુચરાજી મંદિરનો સમાવેશ થાય છે. તેવી જ રીતે રાજ્યના ટોચના 10 પ્રવાસન જિલ્લાઓમાં અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ અને કચ્છનો સમાવેશ થાય છે.

નવરાત્રી દરમિયાન આ ધાર્મિક સ્થળોએ યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમોથી શ્રદ્ધાળુઓને માતાજીનાં દર્શન સાથે ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિનો અનુભવ કરવાની તક મળશે. સાથે જ રાજ્યના ધાર્મિક પ્રવાસનને પણ વેગ મળવાની અપેક્ષા છે.

આસ્થા, ગરબા અને ગુજરાતની સંસ્કૃતિનો સંગમ

નવરાત્રી ગુજરાતની આગવી ઓળખ અને લોકસંસ્કૃતિનું પ્રતીક છે. આ પર્વ દરમિયાન શક્તિપીઠો અને માતાજીનાં મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. ‘નવરાત્રી શક્તિપર્વ-2026’ના આયોજનથી ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક વારસાને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા નાગરિકોને આ કાર્યક્રમોમાં સહભાગી બની માતાજીની આરાધના કરવા અને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને માણવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Breaking News : ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, જામા મસ્જિદ અને જૈન મંદિરના દાવા વચ્ચે નવો વળાંક

Follow Us
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા પર તંત્રની કડક કાર્યવાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 ઓક્ટોબરે વરસશે માવઠું
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
પગાર અને મહેકમના મુદ્દે ગુજરાતના વન રક્ષકોનું આંદોલન
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં બે આરોપીઓની ધરપકડ
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
અમદાવાદમાં ભાજપની લોકતંત્ર બચાવો પદયાત્રા, મુખ્યપ્રધાન પટેલ જોડાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
સરદાર સરોવર પ્રોજેક્ટ: 4 રાજ્યો વચ્ચે નાણાકીય મુદ્દા ઉકેલાયા
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ધોરાજીના ખેડૂતોના માથે તોળાઈ રહ્યો છે વીજ સંકટનો ખતરો
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં 29 અને 30 ઓક્ટોબરે કમોસમી વરસાદની આગાહી
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
વડોદરામાં તહેવાર ટાણે લેવાયેલા ખાદ્ય પદાર્થોનાં 19 નમૂના Fail !
g clip-path="url(#clip0_868_265)">