Breaking News : ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી, નવા 70 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યા છે.જેમાં 01 મેના રોજ કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે.જ્યારે કોરોના રિકવરી રેટ 99.06 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 195 દર્દી સાજા થયા છે. 

Breaking News : ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી, નવા 70 કેસ નોંધાયા
Gujarat Corona Update
Follow Us:
| Updated on: May 01, 2023 | 9:04 PM

ગુજરાતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યા છે.જેમાં 01 મેના રોજ કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે.જેમાં અમદાવાદમાં 14, વડોદરામાં 14, સુરતમાં 10, સાબરકાંઠામાં 06, સુરત ગ્રામ્યમાં 06, આણંદમાં 04, વલસાડમાં 03, કચ્છમાં 02, વડોદરા ગ્રામ્યમાં 02, અમરેલીમાં 01, ભરૂચમાં 01, બોટાદમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં 01, જામનગરમાં 01, પંચમહાલમાં 01, પોરબંદરમાં 01 અને રાજકોટમાં 01 કેસ નોંધાયો છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 1093 થયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.06 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 195 દર્દી સાજા થયા છે.

આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે, અહીં વાંચો…

  1. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. તેમજ ઓછા વેન્ટિલેટેડ સ્થળોએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
  2. તબીબો, દર્દીઓ અને ત્યાંના સ્ટાફે તમામ આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા પડશે. તેનાથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
  3. મંત્રાલયે કહ્યું છે કે માસ્કનો ઉપયોગ બંધ સ્થળોએ અને જાહેર સ્થળોએ જરૂર કરો.
  4. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ખાંસી અને છીંકતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે તમારા મોંને સ્વચ્છ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકી લો.
  5. એડવાઈઝરીમાં હાથ સાફ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. એવી સલાહ આપવામાં આવી છે કે જો આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો લોકોએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને સેનિટાઇઝ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
  6. એડવાઈઝરીમાં સાર્વજનિક સ્થળોએ થૂંકનારા લોકોને આવું ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
  7. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારી તપાસ કરાવો.
  8. મંત્રાલયે કહ્યું છે કે જો તમે ફ્લૂ અથવા કોરોનાના કોઈપણ લક્ષણોથી પીડિત છો, તો અન્ય લોકોને મળશો નહીં.

કોરોના અંગે નિષ્ણાતોની મોટી ચેતવણી, મે મહિનામાં દરરોજ આવશે 50 હજારથી વધારે કેસ

પ્રોફેસરે કહ્યું કે ભારતમાં 90 ટકા લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં વાયરસ સામે કુદરતી પ્રતિરક્ષા ધરાવતા લોકોની સંખ્યા 95 ટકા છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે આ મોડલના આધારે આવતા મહિનામાં પ્રતિદિન 50,000 સંક્રમણના કેસ હશે, જે ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશો માટે આશ્ચર્યજનક નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">