Breaking News : પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાતનો વાગ્યો ડંકો, વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું, જાણો ગુજરાત કેમ બન્યુ પહેલી પસંદ
કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે. ઇન્ડિય ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-2023 દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાત વિદેશી પ્રવાસીઓની મુલાકાતમાં પણ અવ્વલ રહ્યુ છે.
Gujarat Tourism: વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. વર્ષ 2022માં 13 કરોડથી વધુ પર્યટકોએ ગુજરાતની મુલાકાત લીધી છે. કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયે (Ministry of Tourism) આ આંકડા જાહેર કર્યા છે. ઇન્ડિય ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-2023 (Indian Tourism Statistics) દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાત વિદેશી પ્રવાસીઓની મુલાકાતમાં પણ અવ્વલ રહ્યુ છે.
આ પણ વાંચો-Gir Somnath : સોમનાથ કપર્દી વિનાયક મંદિર ખાતે ગણપતિ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પાંચમો મણકો યોજાયો
સ્થાનિક પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત પાંચમાં સ્થાને
વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત આગળ રહ્યુ છે. 2022માં 18 લાખ વિદેશી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તો વર્ષ 2022માં 13 કરોડ પર્યટકો ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તો ગુજરાત સ્થાનિક પ્રવાસીઓને આકર્ષવામાં દેશમાં 5માં સ્થાને રહ્યુ છે. સ્થાનિક પ્રવાસીઓને આકર્ષવામાં ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને આવ્યુ છે. સ્થાનિક પ્રવાસીઓને આકર્ષવામાં તામીલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક ગુજરાતથી મોખરે છે.
ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે મળ્યુ પ્રોત્સાહન
છેલ્લા ઘણા સમયથી પ્રવાસન સ્થળ તરીકે ગુજરાતને વધુ પ્રોત્સાહન મળ્યું છે. સરકારે ગુજરાતમાં પ્રવાસનની કેટેગરી મુજબ નવા પગલાં ભર્યા છે. સાથે જ અહીંના આધ્યાત્મિક-ધાર્મિક સ્થળોનો વિકાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનું યોગ્ય માર્કેટિંગ કરવામાં આવ્યુ છે. ટ્રાવેલ એક્સ્પો અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન પણ અહીં કરવામાં આવ્યુ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેક્ટરને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. સાથે જ હોટલ અને વાહનવ્યવહારની માળખાગત સુવિધામાં પણ વધારો થયો છે. જેના પગલે ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધતો જઇ રહ્યો છે.
પર્યટકોની પસંદ ગુજરાત કેમ ?
ગુજરાતમાં અનેક ઐતિહાસીક અને પ્રાચીન સ્થળો મોટી સંખ્યામાં આવેલા છે. સાથે જ ગુજરાત હેરિટેજ ક્ષેત્રે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે. ગુજરાતના ઐતિહાસિક સ્થળો અને પરંપરાગત તહેવારો પણ પ્રવાસીઓને આકર્ષવા માટે મહત્વનો ફાળો આપે છે. તો અનન્ય સાંસ્કૃતિક તકોએ પ્રવાસીઓને આકર્ષ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદાનો સરદાર સરોવર ડેમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ચાંપાનેર-પાવાગઢ, રાણીની વાવ, સૂર્ય મંદિર, મોઢેરામાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ઐતિહાસિક શહેર અમદાવાદ પ્રવાસીઓની પસંદ છે.