Breaking News: પોરબંદરમાં ગુજરાત ATSના ધામા, આતંકી સંગઠન સાથે સંકળાયેલા વિદેશી નાગરિકની અટકાયત

પોરબંદમાં ગુજરાત ATSએ ધામા નાખ્યા છે. ગુજરાત ATSના IG દીપન ભદ્રન સહિતના અધિકારીઓનો કાફલો પોરબંદર પહોંચ્યો છે. ગુપ્ત ઓપરેશનમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે SOG ઓફિસે અધિકારીઓની ગાડીનો કાફલો પહોંચ્યો છે.

Breaking News: પોરબંદરમાં ગુજરાત ATSના ધામા, આતંકી સંગઠન સાથે સંકળાયેલા વિદેશી નાગરિકની અટકાયત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 9:32 PM

Porbandar : પોરબંદમાં ગુજરાત ATSએ ધામા નાખ્યા છે. ગુજરાત ATSના IG દીપન ભદ્રન સહિતના અધિકારીઓનો કાફલો પોરબંદર પહોંચ્યો છે. ગુપ્ત ઓપરેશનમાં આઈ.જી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનુ છે કે SOG ઓફિસે અધિકારીઓની ગાડીનો કાફલો પહોંચ્યો છે.

ગઈકાલે એટીએસની ટીમે દ્વારકાના દરિયામાં તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આજે વહેલી સવારથી ATS ની ટીમે પોરબંદરમાં ધામા નાખી દરિયો ખૂંદી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ATS ની ટીમે ડગ્સનો મોટો જથ્થો લોકેટ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ગુપ્ત ઓપરેશનમાં IG સહિતના અધિકારીઓ પહોંચ્યા પોરબંદર હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ATS ના DIG દીપન ભદ્રન, SP સુનિલ જોષી, DYSP કે કે પટેલ, DYSP શંકર ચૉધરી સહિત ના અધિકારીઓ અને તેઓના તાબાના ચુનંદા અધિકારીઓ નો સ્ટાફ પોરબંદર માં પહોંચ્યો છે. ATSની વિશેષ ટિમ દ્વારા છેલ્લા કેટલાક દિવસો થી પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ ઓપરેશન માટે સક્રિય હતી. ત્યારે આતંકી સંગઠન સાથે સંકળાયેલા વિદેશી નાગરિકની અટકાયત ATSદ્વારા કરવામાં આવી છે. વિદેશી નાગરિક સાથે સંકળાયેલી તમામ સ્થાનિક વ્યક્તિઓ અંગે પણ તપાસ તેજ ક્રવાવમાં આવી છે.

આ પણ વાંચો: મઠીયા-પાપડ માટે પ્રખ્યાત ઉત્તરસંડા હવે સ્માર્ટ વિલેજ તરીકે બનાવશે ઓળખ, ગામ વિકાસનુ ઉત્તમ ઉદાહરણ બની રહ્યુ છે

મહત્વનું છે કે ઝાડપાયેલ વ્યક્તિ સાથે અન્ય રાજ્યની વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. જો કે ATS દ્વારા હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. ATSના અધિકારીએ આ અંગે મૌન સેવ્યું છે. હાલ ઓપરેશન જારી હોવાથી કોઈ માહિતી જાહેર નહીં કરાય તેમ જણાવ્યું છે.

આવતીકાલે ATS અથવા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઓપરેશન અંગે કરી જાહેરાત  શકે છે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">