Breaking News : વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થવાનો આક્ષેપ, પોલીસનો મોટો કાફલો સ્થળ પર ખડકી દેવાયો

વડોદરાના (Vadodara) ફતેપુરા ગવડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે થઈ જૂથ અથડામણ થવાની ઘટના સામે આવી છે. રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હોવાનો આક્ષેપ થયો છે.

Breaking News : વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થવાનો આક્ષેપ, પોલીસનો મોટો કાફલો સ્થળ પર ખડકી દેવાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 3:06 PM

વડોદરાના ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે થઈ જૂથ અથડામણ થવાની ઘટના સામે આવી છે. રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હોવાનો આક્ષેપ થયો છે. જે પછી બે જુથ સામ સામે આવી ગયા હતા. જો કે એડિશનર પોલીસ કમિશનરે શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાના આક્ષેપોને ફગાવી દીધા છે. સિનિયર પોલીસ અધિકારીઓનો કાફલો અહીં પહોંચી રહ્યો છે.

આ પણ વાંચો-Bhavanagar : વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરતું કોલ સેન્ટર ઝડપાયુ, 3 આરોપીની કરી ધરપકડ

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

પોલીસે પથ્થરમારાના આક્ષેપોને ફગાવ્યા

વિશ્વહિંદુ પરિષદના કારેલીબાગ પ્રખંડ દ્વારા રામનવમી નિમિત્તે યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રામ નવમી નિમિત્તે રામજીની યાત્રા નીકળી હતી. તે સમયે થયો પથ્થરમારો થયો હોવાના આક્ષેપ VHP અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યા છે. જો કે એડિશનર પોલીસ કમિશનરે દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાના આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે. સ્થળ પર શાંતિ જળવાઇ રહે તે માટે સિનિયર પોલીસ અધિકારીઓનો કાફલો અહીં પહોંચી રહ્યો છે.

સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઇ

ફતેપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બાદ ભારે નુકસાન થયુ હોવાનું પણ સામે આવ્યુ છે.  કેટલીક ગાડીઓના કાચ તૂટી ગયા હતા. અચાનક પથ્થરમારો થવાના કારણે નાસભાગનો માહોલ સર્જાયો હતો. જો કે પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો છે.

પોલીસ કાફલો સ્થળ પર ખડકી દેવાયો

ઘટનાની જાણ થતા જ  પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોચ્યો છે. બંને જૂથ વચ્ચે ભારે અથડામણ થતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ઘટના બાદ પોલીસે આ વિસ્તારના CCTVનું સર્વેલન્સ શરુ કર્યુ છે. પોલીસે આ જૂથ અથડામણ કેમ થઇ તે અંગે તપાસ શરુ કરી છે. પોલીસ આ વિસ્તારમાં શાંતિ ના ડહોળાય તેનું ધ્યાન રાખી રહી છે. અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">