Breking News : કચ્છીપુરામાં ઝેરી પાણી પીવાથી 25 થી વધુ ઊંટના મોત નિપજવાની ઘટનામાં GPCB ની લાલ આંખ, ONGC ને 50 લાખનો દંડ ફટકાર્યો

Breaking News : સૂત્રો અનુસાર Bharuch જિલ્લાના કચ્છીપુરામાં પશુઓના મોતની ઘટનાની Gujarat Pollution Control Board (GPCB) એ ગંભીર નોંધ લીધી છે. ઊંટના મોતની ઘટના સામે આવ્યા બાદ જીપીસીબીએ પાણીના સેમ્પલ લીધા હતા જેના પૃથ્થકરણના અહેવાલ સામે આવ્યા બાદ ઓએનજીસી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Breking News : કચ્છીપુરામાં ઝેરી પાણી પીવાથી 25 થી વધુ ઊંટના મોત નિપજવાની ઘટનામાં GPCB ની લાલ આંખ, ONGC ને 50 લાખનો દંડ ફટકાર્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 7:20 AM

Bharuch : વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટ ના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે. તેલના દરિયા ઉપર તરત સૂકાભંઠ વિસ્તાર સમાન ભરૂચ જિલ્લામાં Oil and Natural Gas Corporation – ONGC ની પાઇપલાઇનમાં લિકેજના કારણે ક્રૂડઓઇલ મિશ્રિત પાણી કચ્છીપુરા નજીક એકત્ર થયું હતું જે પીવાથી ઊંટના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ મામલે સ્પષ્ટ નિષ્કર્ષ સુધી પહોંચવા ઊંટના પોસ્ટમોટર્મ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે પણ લીકેજના કારણે ઓઈલનું નાનું તળાવ બનવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGC ને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારી દેવામાં આવ્યો છે.

GPCB એ પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા હતા

સૂત્રો અનુસાર પશુઓના મોતની ઘટનાની Gujarat Pollution Control Board (GPCB) એ ગંભીર નોંધ લીધી છે. ઊંટના મોતની ઘટના સામે આવ્યા બાદ જીપીસીબીએ પાણીના સેમ્પલ લીધા હતા જેના પૃથ્થકરણના અહેવાલ સામે આવ્યા બાદ ઓએનજીસી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઓએનજીસીની ક્રૂડની લાઇન લીકેજ થવાથી પાણી એકત્રિત થયું હતું જે પાણી ઊંટે પીધું હતું.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ONGC ને 50 લાખનો દંડ ફટકાર્યો

ક્રૂડઓઇલ કચ્છીપુરાની જમીન ઉપર એકત્ર થઈ અહીં નાનું તળાવ બની ગયું હતું. આ ઓઇલ ONGC ની ક્રૂડઓઈલની પાઈપલાઈનમાં લીકેજના કારણે અહીં એકઠું થયું હતું. ઓઈલથી પર્યાવરણને નુકસાન પહોંચાડવાના કારણે 50 લાખનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત GPCB એ લીકેજ અટકાવી ઓઇલ દૂર કરવા આદેશ કર્યા છે. ONGC એ આદેશ મળતા તાત્કાલિક ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળે ટેક્નિકલ ટીમ રવાના કરી લીકેજ બંધ કરાવી ઓઈલનો વૈજ્ઞાનિકરીતે નિકાલ કરવાની પ્રક્રયા શરૂ કરી છે. આખા મામલાને લઈ ONGC તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

ઊંટના PM રિપોર્ટનો ઇંતેજાર

ઊંટના પીએમ રિપોર્ટના આધારે વધુ કાર્યવાહી હાથ ધરાઈ શકે છે.હાલ;માં જે પગલાં ભરાયા છે તે કચ્છીપુરામાં ઓઇલ લાઈનમાં લીકેજના કારણે પર્યાવરણને નુકસાનને લઈ કાર્યવાહી કરાઈ છે. તંત્ર હજુ મૃત્યુ પામેલા ઊંટના પોસ્ટમોટર્મ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. આ અહેવાલ ઊંટના મોતનું કારણ પણ આ OIL હોવાનો સ્પષ્ટ ઈશારો કરે તો ONGC  સામે વધુ કાર્યવાહી પણ થઇ શકે છે.

આ પણ વાંચો : આ કંપનીએ એક કલાકમાં 220 અબજ ડોલરની કમાણી કરી, માર્કેટ કેપમાં ફેસબુકને પાછળ ધકેલી વિશ્વની છઠ્ઠી સૌથી મૂલ્યવાન કંપની બની

ભરૂચ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">