આ કંપનીએ એક કલાકમાં 220 અબજ ડોલરની કમાણી કરી, માર્કેટ કેપમાં ફેસબુકને પાછળ ધકેલી વિશ્વની છઠ્ઠી સૌથી મૂલ્યવાન કંપની બની

અમેરિકન ચિપ નિર્માતા Nvidia Corp એ લોકોને ચોંકાવી દીધા છે. કંપનીના માર્કેટ કેપ(Mcap)માં એક કલાકમાં 220 બિલિયન ડોલરનો ઉછાળો આવ્યો હતો. આ સાથે તે ઘણા દિગ્ગજોને પછાડીને માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની છઠ્ઠી સૌથી મોટી કંપની બની ગઈ છે.

આ કંપનીએ એક કલાકમાં 220 અબજ ડોલરની કમાણી કરી, માર્કેટ કેપમાં ફેસબુકને પાછળ ધકેલી વિશ્વની છઠ્ઠી સૌથી મૂલ્યવાન કંપની બની
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 12:09 PM

અમેરિકન ચિપ નિર્માતા Nvidia Corp એ લોકોને ચોંકાવી દીધા છે. કંપનીના માર્કેટ કેપ(Mcap)માં એક કલાકમાં 220 બિલિયન ડોલરનો ઉછાળો આવ્યો હતો. આ સાથે તે ઘણા દિગ્ગજોને પછાડીને માર્કેટ કેપની દ્રષ્ટિએ વિશ્વની છઠ્ઠી સૌથી મોટી કંપની બની ગઈ છે. પરિણામોની જાહેરાત સાથે  કંપનીએ મજબૂત આવક વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આ સાથે કંપનીએ જાહેરાત કરી છે કે તે AI ચિપની વધતી માંગને ધ્યાનમાં રાખીને તેનું ઉત્પાદન વધારી રહી છે. કંપનીની આ જાહેરાત સાથે તેનો સ્ટોક 28 ટકા વધીને સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આ સાથે કંપનીનું માર્કેટ કેપ 960 બિલિયન ડોલર  પર પહોંચી ગયું છે. આ રીતે Nvidia વિશ્વની છઠ્ઠી સૌથી મૂલ્યવાન કંપની અને અમેરિકાની પાંચમી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે.

Nvidiaએ માર્કેટ કેપના સંદર્ભમાં અન્ય ચિપ ઉત્પાદકોને પાછળ છોડી દીધા છે. AMDનું કુલ માર્કેટ કેપ $175 બિલિયન, ઇન્ટેલ $120 બિલિયન અને માઇક્રોન $73 બિલિયન છે. ઇન્ટેલ અને માઇક્રોનના સંયુક્ત બજારના સંયુક્ત મૂલ્ય કરતાં Nvidiaએ એક કલાકમાં વધુ માર્કેટ કેપ ઉમેર્યું છે. Nvidia ની આવક પાછલા ક્વાર્ટરની સરખામણીમાં 19 ટકા વધી છે. કંપનીના પરિણામને કારણે AI સંબંધિત અન્ય કંપનીઓના શેરમાં પણ ઘણો વધારો જોવા મળ્યો.

આ પણ વાંચો : વ્યાજદરમાં વધારો અટકાવવો અમારા નિયંત્રણમાં નથી, અમે મોંઘવારી પ્રત્યે બેદરકાર રહી શકીએ નહીં: RBI

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

મોસ્ટ વેલ્યુએબલ કંપનીઓ ઉપર કરો એક નજર

આઈફોન નિર્માતા એપલ માર્કેટ કેપના સંદર્ભમાં વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની છે. તેનું માર્કેટ કેપ 2.702 ટ્રિલિયન ડોલર છે. માઇક્રોસોફ્ટ 2.333 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે બીજા નંબર પર છે. સાઉદી અરામકો 2.065 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા સ્થાને છે, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ 1.539 ટ્રિલિયન ડોલર સાથે ચોથા ક્રમે છે અને એમેઝોન 1.197 ટ્રિલિયન ડોલર  સાથે પાંચમા ક્રમે છે. વોરેન બફેની કંપની હેથવે બર્કશાયર 700.60 બિલિયન ડોલર સાથે સાતમા નંબરે છે અને મેટા પ્લેટફોર્મ્સ (ફેસબુક) 638.65 બિલિયન ડોલર સાથે આઠમા નંબરે છે. ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 198.47 બિલિયન ડોલર સાથે 49માં નંબરે છે. વોલમાર્ટ આવકની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી કંપની છે.

આ પણ વાંચો-Breaking News : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 500 અને 100ના દરની નકલી ચલણી નોટો સાથે ત્રણની ધરપકડ

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">