AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પનીર અસલી કે એનાલોગ? હવે આ અંગે હોટલ-રેસ્ટોરન્ટે ફરજિયાત લગાવવું પડશે બોર્ડ, સરકારનો મોટો નિર્ણય

જો તમે પણ હોટલમાં કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓ મંગાવો છો પણ તે પનીર અસલી છે કે નકલી એટલે કે એનાલોગ તેને લઈને આપણાને કોઈ જાણ હોતી નથી. જેના લીધે ઘણી જગ્યાએ નકલી પનીર પીરસવામાં આવે છે. ત્યારે હવે અંગે હવે સકારે મોટો નિર્ણય લીધો છે.

Breaking News: પનીર અસલી કે એનાલોગ? હવે આ અંગે હોટલ-રેસ્ટોરન્ટે ફરજિયાત લગાવવું પડશે બોર્ડ, સરકારનો મોટો નિર્ણય
paneer
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2026 | 12:26 PM
Share

હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાવાના શોખીન લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ હોટલમાં કે રેસ્ટોરન્ટમાં પનીરની વાનગીઓ મંગાવો છો પણ તે પનીર અસલી છે કે નકલી એટલે કે એનાલોગ તેને લઈને આપણાને કોઈ જાણ હોતી નથી. જેના લીધે ઘણી જગ્યાએ નકલી પનીર પીરસવામાં આવે છે. ત્યારે હવે અંગે હવે સકારે મોટો નિર્ણય લીધો છે. હવે દરેક રેસ્ટોરા અને હોટલને તેમની હોટલના મેન્યૂમાં વપરાતુ પનીર અસલી છે કે એનાલોગ તે અંગે બોર્ડ ફરજિયાત લગાવવું પડશે અને જો આમ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી થશે.

નકલી પનીર પીરસતી હોટલોએ હવે લગાવવું પડશે બોર્ડ

રાજ્યમાં સતત વધી રહેલા નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા માટે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક સૂચના આપતા જણાવ્યું છે કે હવેથી રાજ્યની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ ગ્રાહકોને પીરસવામાં આવતું પનીર અસલી છે કે ‘એનાલોગ’, તેની જાણકારી ફરજિયાતપણે બોર્ડ પર પ્રદર્શિત કરવી પડશે. આદેશનું ઉલ્લંઘન કરનારા સામે આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરશે.

અસલી અને નકલી પનીરમાં ફરક શું છે અને શેમાંથી બને છે?

પનીર અસલી છે કે નકલી તેની ઓળખ આપણે કેટલીક સરળ રીતથી કરી શકીએ છીએ પણ આ અસલી પનીર શામાંથી અને નકલી પનીર શેમાંથી બને છે તે જણાવીએ તો અસલી પનીર દૂધમાંથી જ તૈયાર થાય છે. જે પનીર દબાવતા નરમ લાગે છે તેમજ તેમાંથી પનીરમાંથી પાણી છૂટે છે આ સિવાય અસલી પનીરને ગરમ પાણીમા મૂકવાથી નરમ થઈ જાય છે,અને તેને ખાવાથી દૂધનો સ્વાદ આવે છે. આ પનીર સ્વાસ્થ્ય માટે છે લાભદાયી છે.

જ્યારે નકલી એટલે કે એનાલોગ પનીર વનસ્પતિ તેલ, પામ ઓઇલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ પનીર દબાવતા રબર જેવું લાગે છે. ગમે તેટલુ ખેંચો પણ તે ફરી તેના મૂળ રૂપમાં આવી જાય છે અને ગરમ પાણીમાં મૂકવાથી આકાર જાળવી રાખે છે. તેને ખાવાથી તેલનો સ્વાદ આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને હૃદય માટે ઘાતક સાબિત થઈ શકે છે.

આરોગ્ય મંત્રીનો મોટો નિર્ણય

અગાઉ સુરતના પકડાયેલ ડુપ્લીકેટ પનીર બાબતે આરોગ્ય મંત્રી એ કડક સૂચના આપી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાજેતરમાં જ આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં પનીર અસલી છે કે એનાલોગ, તે અંગે હોટલ-રેસ્ટોરન્ટે ફરજિયાત બોર્ડ લગાવવા પડશેનો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. હોટલધારકો એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, તેમણે કાઉન્ટર પર અથવા મેનુ કાર્ડની સાથે સ્પષ્ટ શબ્દોમાં કે બોર્ડ લગાવી લખવું પડશે કે “અહીં એનાલોગ પનીરનો ઉપયોગ થાય છે.” આ આદેશનું ઉલ્લંઘન કરનારા એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સીધી લાલ આંખ કરવામાં આવશે અને લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

Breaking News: ગીર સોમનાથના વેરાવળમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ, ખેડૂતો અને સ્થાનિકો બેહાલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
ગોમતીપુર વોર્ડના ભાજપના ઉમેદવાર દીકરીના લગ્ન વચ્ચે મતદાન કરવા પહોંચ્યા
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
વડોદરામાં મતદાન દરમિયાન બબાલ,Watch Video
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
g clip-path="url(#clip0_868_265)">