Breaking News: જૂનાગઢમાં મકાન તૂટી પડવાની ઘટનામાં ચાર લોકોના મોત, CMએ જાહેર કરી સહાય
જૂનાગઢના કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા દટાયેલા ચાર લોકોના મોત નિપજ્યા. મૃતકોના પરિવાર ને 4 લાખની સહાયની જાહેરાત કરાઇ. આ મકાન શાક માર્કેટની નજીક આવેલુ હોવાથી ભીડ જામતી હતી. શાકભાજી લેવા નિકળેલા એક પરિવારના 3 સભ્યોના જીવ જતાં સગા આક્રંદ કરતા દેખાયા. આ ઘટનાને લઈ CMએ મૃતકોને 4 લાખની સહાયની જાહેરાત કરી.

building collapse: જૂનાગઢના કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા દટાયેલા ચાર લોકોના મોત નિપજ્યા. મૃતકોના પરિવાર ને 4 લાખની સહાયની જાહેરાત કરાઇ. આ મકાન શાક માર્કેટની નજીક આવેલુ હોવાથી ભીડ જામતી હતી. શાકભાજી લેવા નિકળેલા એક પરિવારના 3 સભ્યોના જીવ જતાં સગા આક્રંદ કરતા દેખાયા. આ ઘટનાને લઈ CMએ મૃતકોને 4 લાખની સહાયની જાહેરાત કરી.
જૂનાગઢમાં મકાન તૂટી પડવાની ઘટના અત્યંત દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. મૃતકોના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખની સહાય કરશે. | TV9GujaratiNews#cmbhupendrapatel… pic.twitter.com/lKMnr4Oar7
— Tv9 Gujarati (@tv9gujarati) July 24, 2023
જૂનાગઢમાં એકબાજુ વરસાદે કેર વરસાવ્યો, અને હજુ તેનો તો કળ વળ્યો પણ નથી ત્યાં બીજી આફતે જૂનાગઢને હચમચાવી દીધું છે. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થયુ હતુ. જેમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.આ ઘટનામાં 4 લોકોનાં મોત થયા છે. કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ નજીક હોવાથી 6 લોકો અંદર દટાયા હોવાની શંકા હતી.
આ પણ વાંચો : લો બોલો તથ્યએ 31st ડિસેમ્બરે પણ કર્યો હતો અકસ્માત, એક બાદ એક ખુલી રહ્યા છે નબીરાના કારસ્તાન!
ઘટના સ્થળેથી 4 લોકોનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. 2 બાળકો અને 2 પુરુષોના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે પોલીસતંત્ર અને લોકો દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારમાં શાક માર્કેટ હોવાથી લોકોની ભારે ભીડ જામતી હોય છે. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી શરૂ કરી છે. લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા છે.
