Breaking News: વલસાડના વાપીમાં આગની મોટી 2 ઘટના, વાપી GIDCની વ્રજ કેમિકલ કંપનીમાં તેમજ વાપીના ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ
વાપી જિલ્લામાં આવેલી GIDCની વ્રજ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આ આગ જવલનશીલ પદાર્થમાં લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોવા મળતા હતા. આ આગની જાણ થતા 5 ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો બીજી તરફ રાજકોટમાં પણ મરચા ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી.
વાપી જિલ્લામાં આવેલી GIDCની વ્રજ કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. આ આગ જવલનશીલ પદાર્થમાં લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોવા મળતા હતા. આ આગની જાણ થતા 5 થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો બીજી તરફ રાજકોટમાં પણ મરચા ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી.
તો બીજી તરફ વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો . આ આગની ઘટના ભંગારના ગોડાઉનમાં પણ લાગી હતી. 10 જેટલા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. હાલ તો આગ લાગવાનું કારમ અકંબધ છે જોકે આગને કારણે 10થી વધુ ભંગારના ગોડાઉન આગની ઝપેટમાં આવી ગહયા હતા અને આ ઘટના માટે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર અલગ અલગ ભંગારના ગોડાઉનમાં વાપી તેમજ આજુબાજુના વિસ્તારની GIDCનું કેમિકલ વેસ્ટ મટિરિયલ તેમજ પ્લાસ્ટિક મટિરિયલ હોવાને કારણે આગ વધુ પ્રસરી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..