Breaking News: અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા શાંગરીલા-2 આર્કેડમાં આગ, અનેક વાહનો ભડકે બળ્યા
અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા નજીક આવેલા શાંગરીલા-2 આર્કેડમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, કોમ્પલેક્ષના પાર્કિંગ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અનેક વાહનો ભડકે બળ્યા હોવાની માહિતી મળી રહી છે.

અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા નજીક આવેલા શાંગરીલા-2 આર્કેડમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, કોમ્પલેક્ષના પાર્કિંગ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અનેક વાહનો ભડકે બળ્યા હોવાની માહિતી મળી રહી છે.
શ્યામલ ચાર રસ્તા પાસે આગની ઘટના
આગની ઝપેટમાં બહાર પાર્ક કરાયેલા અનેક વાહનો આવી ગયા હતા, જેના કારણે ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.
અનેક વાહનો ભડકે બળ્યા
ફાયર બ્રિગેડની કુલ 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી રહી છે. આગને કાબૂમાં લેવા સતત પ્રયાસ ચાલી રહ્યા છે. સદનસીબે, પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ થયાની માહિતી નથી, પણ અનેક વાહનો ભડકે બળ્યા છે. આગ લાગવાની ચોક્કસ કારણ અંગે હજી સુધી સ્પષ્ટ માહિતી મળી નથી. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરક્ષાની દ્રષ્ટિએ આસપાસના તમામ કોમ્પલેક્ષ પણ ખાલી કરાયા
આગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે તેમજ આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. સુરક્ષા દૃષ્ટિએ કોમ્પલેક્ષ ખાલી કરાવવામાં આવ્યો હતો અને નજીકના વિસ્તારોમાં ટ્રાફિકને પણ સમયસર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેથી આગ ફરી ભભૂકી ન ઉઠે.
ફાયર વિભાગ અને 108 ઘટના સ્થળે
આગની આ ઘટનામાં અનેક દુકાનો, ATM મશિન સહિત અને ઘણા બધા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. અચાનક આગ કેમ લાગી તેને લઈને કારણ તપાસ કરવામાં આવી રહ્યું છે. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ટીમ કામે લાગી છે.
મળતી માહિતી મુજબ આગ લાગતા અનેક લોકોના આર્કેટમાંથી રેસ્ક્યૂ કરાયા છે. ઘણા લોકો જીમ તેમજ ઘણા લોકો ઓફિસોમાં હતા તે તમામે તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર ફાયર વિભાગની ટીમની સાથે 108 પર હાજર છે.
