Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, આજે માત્ર 96 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નીચે

આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 946 પર પહોંચ્યો છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 940 દર્દીઓ સ્ટેબલ છે. આજે 246 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે.ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 99.07 ટકા થયો છે.

Breaking News : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, આજે માત્ર 96 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નીચે
Corona Case
Follow Us:
| Updated on: May 02, 2023 | 7:56 PM

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો હતો. પણ હાલમાં કોરોનાના દેૈનિક કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ 2 મેના રોજ ગુજરાતમાં નવા 96 કોરોના કેસ નોંધાયા છે. આજે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આજે અમદાવાદમાં 27, વડોદરામાં 10, સુરત જિલ્લામાં 9, સુરતમાં 7, વલસાડમાં 7, ભરુચમાં 5, આણંદમાં 3, ગાંધીનગરમાં 3, મહેસાણામાં 3, વડોદરા જિલ્લામાં 3, અમદાવાદ જિલ્લામાં 2, ગાંધીનગર જિલ્લામાં 2, કચ્છમાં 2, નવસારીમાં 2, પાટણમાં 2, રાજકોટમાં 2, સાબરકાંઠામાં 2, બોટાદમાં 1, જામનગરમાં 1, મહીસાગરમાં 1, મોરબીમાં 1 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.

આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 946 પર પહોંચ્યો છે. જેમાંથી 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 940 દર્દીઓ સ્ટેબલ છે. આજે 246 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે.ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 99.07 ટકા થયો છે.

કેન્દ્ર એક્શનમાં, 8 રાજ્યોને પત્ર લખીને આપી સૂચના

કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે સર્વેલન્સ વધારવા, ILI અને SARI દર્દીઓ પર નજર રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણ કરવા, જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલની તપાસ કરવા અને હોસ્પિટલ ઈન્ફ્રા સુધારવા માટે સૂચનો આપ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ 8 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (1 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), તમિલનાડુ (11 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), રાજસ્થાન (6 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), મહારાષ્ટ્ર (8 જિલ્લામાં positivity દર 10% છે) કરતાં વધુ), કેરળ (14 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ), કર્ણાટક હરિયાણા (12 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ) અને દિલ્હી 11 જિલ્લામાં પોઝિટિવિટિ દર 10% કરતાં વધુ) સામેલ છે.

આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસ અને ફ્લૂના ફેલાવાને નિયંત્રિત કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે, અહીં વાંચો…

  1. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા કહ્યું છે. તેમજ ઓછા વેન્ટિલેટેડ સ્થળોએ જવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ખાસ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
  2. તબીબો, દર્દીઓ અને ત્યાંના સ્ટાફે તમામ આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવા પડશે. તેનાથી વાયરસના ફેલાવાને નિયંત્રિત કરી શકાય છે.
  3. મંત્રાલયે કહ્યું છે કે માસ્કનો ઉપયોગ બંધ સ્થળોએ અને જાહેર સ્થળોએ જરૂર કરો.
  4. એડવાઈઝરીમાં મંત્રાલયે લોકોને ખાંસી અને છીંકતી વખતે વધુ સાવચેત રહેવાની સલાહ આપી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમને છીંક આવે કે ખાંસી આવે ત્યારે તમારા મોંને સ્વચ્છ રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકી લો.
  5. એડવાઈઝરીમાં હાથ સાફ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. એવી સલાહ આપવામાં આવી છે કે જો આ સુવિધા ઉપલબ્ધ ન હોય તો લોકોએ તેમના હાથ વારંવાર ધોવા જોઈએ અને સેનિટાઇઝ કરવાનું ચાલુ રાખવું જોઈએ.
  6. એડવાઈઝરીમાં સાર્વજનિક સ્થળોએ થૂંકનારા લોકોને આવું ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
  7. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારી તપાસ કરાવો.
  8. મંત્રાલયે કહ્યું છે કે જો તમે ફ્લૂ અથવા કોરોનાના કોઈપણ લક્ષણોથી પીડિત છો, તો અન્ય લોકોને મળશો નહીં.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">