AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચૈતર વસાવા ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન અંતર્ગત લડશે લોકસભા 2024ની ચૂંટણી, ચૂંટણી લડવાની બતાવી તૈયારી

માહિતી મળી છે કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. લોકસભા 2024માં ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન I.N.D.I.A.માં ચૈતર વસાવા ચૂંટણી લડશે. મનસુખ વસાવા સામે ચૂંટણી લડવાની ચૈતર વસાવાએ જાહેરાત કરી છે.

Breaking News : ચૈતર વસાવા ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન અંતર્ગત લડશે લોકસભા 2024ની ચૂંટણી, ચૂંટણી લડવાની બતાવી તૈયારી
Kinjal Mishra
| Edited By: | Updated on: Aug 08, 2023 | 10:30 AM
Share

Gandhinagar : ગુજરાત રાજકારણના સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી છે કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે. લોકસભા 2024માં ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધન I.N.D.I.A.માં ચૈતર વસાવા ચૂંટણી લડશે. મનસુખ વસાવા સામે ચૂંટણી લડવાની ચૈતર વસાવાએ જાહેરાત કરી છે.

આ પણ વાંચો-Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, વાઈબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા, જુઓ Video

લોકસભા ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. હજુ ગઇકાલે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી દ્વારા ગુજરાતમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાનું છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે હવે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે તેવી માહિતી સામે આવી છે. જો કે ગઠબંધન અંગે કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જો કે આમ આદમી પાર્ટી દ્વારા હવે ચૈતર વસાવાની આપ અને કોંગ્રેસના I.N.D.I.A. ગઠબંધન હેઠળ ચૂંટણી લડાવવામાં આવે તેવી માહિતી મળી છે.

TV9 ગુજરાતી દ્વારા સમગ્ર મામલે ચૈતર વસાવા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. ત્યારે ચૈતર વસાવાએ પોતે લોકસભા ચૂંટણી માટે લડવાની તૈયારી હોવાનું જણાવ્યુ હતુ. જો કે તેમણે જણાવ્યુ હતુ કે તેમની આમ આદમી પાર્ટી દ્વારા સત્તાવાર રીતે તેમને કોઇ જાણ નથી કરવામાં આવી. જો કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થશે અને જે રીતે આમ આદમી પાર્ટી નક્કી કરશે તે અમે કરીશુ તેવુ ચૈતર વસાવાએ જણાવ્યુ હતુ.

ચૈતર વસાવાએ જણાવ્યુ કે લોકસભા ચૂંટણી મે જાતે લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અહીંના લોકોના ઘણા પ્રશ્નો છે અને લોકો પણ ઇચ્છી રહ્યા છે કે અહીંની સમસ્યાઓનો હલ લાવવામાં હું મદદ કરુ. ચૈતર વસાવાએ તેમ પણ જણાવ્યુ હતુ કે જો ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન ન થાય પછી પણ હું ભરુચમાંથી લોકસભા ચૂંટણી લડવા તૈયાર છું.

મહત્વનું છે કે જો આપ અને કોંગ્રેસ અલગ થઇને લડે તો મત વહેચાઇ જાય તેમ છે. તેવામાં ચૈતર વસાવા આદિવાસી વિસ્તારનો એક મજબૂત ચહેરો માનવામાં આવે છે. ત્યારે બીજી તરફ આપ-કોંગ્રેસ I.N.D.I.A. ગઠબંધન હેઠળ લોકસભા ચૂંટણી લડે તેવા પણ સમાચાર સામે આવેલા છે. ત્યારે ચૈતર વસાવા ભરુચ બેઠક પરથી ચૂંટણી લડે તેવી પુરેપુરી શકયતા જોવા મળી રહી છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">