Breaking News : મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેન પ્રોજકેટના પીલ્લરનું સ્ટ્રક્ચર ધરાશાયી, એક મહિલા ઇજાગ્રસ્ત, જુઓ Video
અમદાવાદમાં મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેન પ્રોજકેટના પીલ્લરનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ છે. અમદાવાદમાં જ્યારે સ્ટ્રક્ચર સ્સ્તા પર પડ્યું છે. જ્યારે સ્ટ્રક્ચર પડતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેનનો પીલ્લર ઉભો કરવા સમયે ઘટના ઘટી હતી. જેમાં લોખંડનું સ્ટ્રક્ચર BRTS ટ્રેકના રસ્તા પર પડ્યું હતું.
અમદાવાદમાં મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેન પ્રોજકેટના પીલ્લરનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ છે. અમદાવાદમાં જ્યારે સ્ટ્રક્ચર સ્સ્તા પર પડ્યું છે. જ્યારે સ્ટ્રક્ચર પડતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. મણિનગર રેલવે ફાટક પાસે બુલેટ ટ્રેનનો પીલ્લર ઉભો કરવા સમયે ઘટના ઘટી હતી. જેમાં લોખંડનું સ્ટ્રક્ચર BRTS ટ્રેકના રસ્તા પર પડ્યું હતું. ત્યારે રસ્તા પરથી પસાર થઈ રહેલી મહિલા પિલ્લર નીચે દબાઈ હતી. હેવી ક્રેઈનથી સ્ટ્રક્ચરને ઉંચુ કરીને મહિલાને ગંભીર સ્થિતિમાં બહાર કઢાઈ છે. જ્યારે મહિલાને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડાઈ છે. જ્યારે મણિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે આ દૂર્ઘટનાથી ભારે ટ્રાફિક સર્જાયો હતો. જ્યારે મહિલાને બચાવવા માટે લોકોએ બુમો પાડી હતી.
મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પુર જોશથી ચાલી રહ્યું છે. રેલવે મંત્રાલય સમય સમય પર રેલવેની મહત્વપૂર્ણ યોજનાએ પર અપડેટ આપતી હોય છે. તેની સાથે જ આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે બુલેટ ટ્રેન માટે લોકોને હજુ કેટલી રાહ જોવી પડશે. રેલવે મંત્રાલય દ્વારા જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન માટે 25 ચોરસ મીટરથી વધુ વાયાડક્ટ પુલ તૈયાર થઈ ગયો છે.
ગુજરાત સરકારની યોજના હેઠળ 25.28 વર્ગના વાયડકટ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમા વડોદરા નજીક 5.7 કિમી સતત વાયડક્ટ અને વિવિધ સ્થળોએ 19.58 કિમીના બાંધકામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના તમામ 8 જિલ્લાઓ અને DNHમાંથી પસાર થતા ટ્રેક પરનું બાંધકામનું કામ પૂરા જોર શોરથી કામગીરી શરુ કરવામાં આવી છે.
મહત્વની નદીઓ પર પુલ બનવાની કામગીરી કરવામાં આવશે
ગુજરાતમાં વાપીથી સાબરમતી સુધી HSRના 8 સ્ટેશનો પર વિવિધ તબક્કામાં કામગીરી કરવામાં આવશે. ત્યા જ નર્મદા, તાપી, માહી અને સાબરમતી જેવી મહત્વની નદીઓ પર પુલ બનવાની કામગીરી કરવામાં આવશે.
હાલમાં જ પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન યોજનામાં 100 ટકા જમીન સંપાદન કરવાનો રસ્તો સાફ થયો છે. જેમાં મુંબઇ હાઈકોર્ટે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વનો અને જાહેર હિતમાં છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…