Gujarati Video : ગરમીનો પારો ઉંચો જવાની સાથે ગુજરાતમાં 11 અને 12 એપ્રિલે માવઠાની આગાહી, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી મુજબ 11 એપ્રિલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડશે. તો 12 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો આગામી પાંચ દિવસ ગરમીનો પારો પણ વધશે.
રાજ્યમાં આ વખતે ઉનાળાની સાથે સાથે જાણે ચોમાસાની ઋતુ ચાલી રહી હોય તેમ દર થોડા થોડા દિવસે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ફરીથી એક વાર એપ્રિલ મહિનાની 11 અને 12 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 11 અને 12 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 11 એપ્રિલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડશે. તો 12 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો આગામી પાંચ દિવસ ગરમીનો પારો પણ વધશે. આગામી પાંચ દિવસે 40 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી શકે છે.
રાજ્યના ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળ ઘેરાયા છે. ખેડૂતો હજી માવઠાના નુકસાનમાંથી બેઠા નથી થયા ત્યારે વારંવાર આવતા માવઠાથી ખેડૂતોની માઠી દશા થઈ છે.
સરકારે પાક નુકસાનીનું વળતર ચૂકવવાની જાહેરાત કરી
રાજ્ય સરકારે માવઠાને લઇને થયેલ પાક નુકસાનીનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરાઇ હતી.
બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા. પાક નુકશાની અહેવાલોના આધારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…