AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : યુદ્ધમાં ઈરાને, ચીનની મદદથી અમેરિકાના આર્મી બેઝ પર કર્યા હતા સફળ હુમલા, રિપોર્ટમાં થયો ખુલાસો

એક મીડિયા અહેવાલમાં ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે, ઈરાને, અમેરિકા અને ઈઝરાયેલ સામેના યુદ્ધમાં અખાતના વિવિધ દેશમાં આવેલા અમેરિકાના આર્મી બેઝ કેમ્પ ઉપર સફળ હવાઈ હુમલાઓ કર્યા હતા. આનો અર્થ એ થયો કે, ઈરાને, ગલ્ફમાં આવેલા અમેરિકાના આર્મી બેઝ કેમ્પ ઉપર હુમલા કરવામાં ચીનની મદદ લીધી હતી.!

Breaking News : યુદ્ધમાં ઈરાને, ચીનની મદદથી અમેરિકાના આર્મી બેઝ પર કર્યા હતા સફળ હુમલા, રિપોર્ટમાં થયો ખુલાસો
Symbolic ImageImage Credit source: AI Generated Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2026 | 3:28 PM
Share

મીડિયા અહેવાલ અનુસાર ઈરાન અંગે એવો ચોકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે, યુદ્ધ દરમિયાન ઈરાને, ચીનના ઉપગ્રહોનો ઉપયોગ કરીને યુએસ આર્મી બેઝ કેમ્પ ઉપર હવાઈ હુમલાઓ કર્યા હતા. આ હુમલાઓ મધ્ય પૂર્વમાં સ્થિત યુએસ લશ્કરી થાણાઓ ઉપર કરવામાં આવ્યા હતા. મીડિયામાં આ અહેવાલો જાહેર થયા બાદ, ચીને હવે આ આરોપો અંગે પ્રતિક્રિયા જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે, તો તેઓ નિષ્ક્રિય નહીં રહે.

ઈરાને, મધ્ય પૂર્વમાં આવેલા યુએસ આર્મી બેઝ પર જાસૂસી કરવા માટે ચીનના જાસૂસી ઉપગ્રહોનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે. આનાથી અમેરિકા સામેની વ્યાપક ગુપ્ત માહિતી એકત્રિત કરી શકાઈ છે. જેના કારણે ઈરાન લડાઈ કામગીરી દરમિયાન ચોક્કસ યુએસ બેઝને પસંદ કરીને તેને ચોક્કસાઈથી નિશાન બનાવી શકાયા હતા. ચીનના ઉપગ્રહોનો ઉપયોગ 2024 ના અંતિમ દિવસોમાં કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ દાવો ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલમાં વિગતે પ્રકાશીત થયેલ છે. અહેવાલમાં જણાવાયું છે કે, ઈરાને અમેરિકાના આર્મી બેઝ કેમ્પની ચોક્કસ વિગતો મેળવવા માટે TEE-01B ઉપગ્રહોનો ઉપયોગ કર્યો હતો. જે ચીની કંપની ‘અર્થ-i’ દ્વારા વિકસાવવામાં આવ્યા હતા. ઈરાની સૈન્યના એરોસ્પેસ વિભાગે આ ઉપગ્રહો પાસેથી સેવાઓ ખરીદી હોવાના અહેવાલ છે. ચીને ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં લોન્ચ કર્યાના થોડા દિવસો પછી જ ઈરાને આ સેવાઓનો ઉપયોગ શરૂ કર્યો હતો.

દરમિયાન, ચીનના વિદેશ મંત્રાલયે, મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે. તેઓ દાવો કર્યો છે કે આવા આરોપો ચીન પર ટેરિફ લાદવાના ચોક્કસ હેતુથી લગાવવામાં આવી રહ્યા છે. મંત્રાલય સૂચવે છે કેસ આ બનાવટી આરોપોનો ઉપયોગ દેશ સામે ટેરિફ લાદવાના બહાના તરીકે થઈ શકે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું હતું કે, જો યુનાઇટેડ સ્ટેટ્સ ચીન પર ટેરિફ વધારશે, તો બેઇજિંગ પણ તેનો વળતો જવાબ આપશે. મીડિયા અહેવાલમાં જાહેર કરાયું છે કે, તેણે ઇરાનના સૈન્યમાંથી લીક થયેલા દસ્તાવેજોનું વિશ્લેષણ કર્યા પછી આ માહિતી મેળવી હતી. મીડિયા અહેવાલ અનુસાર ઇરાની લશ્કરી કમાન્ડરોએ ઉપગ્રહોને યુએસ લશ્કરી ઠેકાણાઓ પર નજર રાખવા માટે સૂચનાઓ જાહેર કરી હતી; ત્યારબાદ, આ ઉપગ્રહોની મદદથી ફોટા અને અન્ય ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

આ ફોટા અને ડેટા અગાઉથી એકત્રિત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ત્યારબાદ, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલે બન્નેએ ભેગા મળીને 28 ફેબ્રુઆરીએ ઇરાન સામે હવાઈ હુમલા શરૂ કર્યા, ત્યારે ઇરાને પણ તેનો બદલો લેવા માટે ગલ્ફમાં આવેલા અમેરિકન આર્મી બેઝ કેમ્પર ઉપર હુમલાઓ કર્યા. ઇરાને ઇરાક, કતાર અને સાઉદી અરેબિયા સહિત અનેક દેશોમાં સ્થિત યુએસ ઠેકાણાઓ પર હુમલાઓ શરૂ કર્યા હતા. અહેવાલો એ પણ સૂચવે છે કે ચીની ઉપગ્રહો એશિયાના મોટાભાગના ભાગને તેમની રેન્જમાં આવરી લે છે.

ચીનને નિશાન બનાવવાનો ઈરાદો

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે, ચીન પર ઈરાનને લશ્કરી સાધન સામગ્રી અને સહાય પૂરી પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ચોક્કસ દેશો પર 50 ટકા વધારાનો ટેરિફ લાદવાનો તેમનો પ્રસ્તાવ મુખ્યત્વે ચીન તરફ ઈશારો કરે છે. નોંધપાત્ર રીતે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મે મહિનામાં ચીનની મુલાકાત લેવાના છે. એવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, આ વ્યૂહરચના તેમની મુલાકાત પહેલા વધુ અનુકૂળ સોદો મેળવવાના પ્રયાસમાં ચીન પર દબાણ લાવવા માટે ઇરાદાપૂર્વકનું પગલું હોઈ શકે છે.

Breaking News : ઈરાને હા પાડી, USA એ ના પાડી : શાંતિ મંત્રણા સફળ ના થવાનો બદલો કે બીજુ કાંઈ ! અમેરિકાએ, પાકિસ્તાનના બે જહાજને હોર્મુઝ સ્ટ્રેટથી પાછા કાઢ્યા

Follow Us
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
g clip-path="url(#clip0_868_265)">