AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર કર્યા બે નવા ચહેરા, બાબુ દેસાઇ અને કેસરીસિંહ ઝાલા ભરશે ઉમેદવારી પત્ર

ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે બાકીના બે નામ જાહેર કર્યા, બાબુ દેસાઇ અને કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર

Breaking News : ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર કર્યા બે નવા ચહેરા, બાબુ દેસાઇ અને કેસરીસિંહ ઝાલા ભરશે ઉમેદવારી પત્ર
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 12, 2023 | 1:17 PM
Share

Gandhinagar : આખરે રાજયસભાની ચૂંટણી (Rajyasabha Elections) માટે ભાજપે (BJP) બે નામ પરથી સસ્પેન્સ હટાવ્યુ છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે બાકીના બે નામ જાહેર કર્યા, બાબુ દેસાઇ (Babu Desai) અને કેસરીસિંહ ઝાલાનું (Kesrisinh Zala) નામ જાહેર કરવામાં આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે ત્રણેય બેઠક ભાજપની છે. કેમ કે કોંગ્રેસ તરફથી કોઇ  ફોર્મ ભરવામાં નહીં આવે.

આ પણ વાંચો- Breaking News : વીર નર્મદ યુનિવર્સિટીનો વધુ એક છબરડો, પરીક્ષા જ ન આપનાર વિદ્યાર્થીનું પરિણામ જાહેર કર્યુ, જૂઓ Video

ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા ત્રણેય ઉમેદવારના નામ જાહેર થઇ ગયા છે. આ પહેલા વિદેશ પ્રધાન એસ જયશંકર દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરી દેવામાં આવ્યુ છે. ત્યારે હવે બાકીના બે નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. આજે બપોર સુધીમાં જ આ બંને ઉમેદવાર ફોર્મ ભરે તેવી શક્યતા છે.

ભાજપ દ્વારા વાંકાનેરના રાજવી પરિવારમાંથી આવતા કેસરીસિંહ ઝાલા તેમજ બાબુ દેસાઇ પાટણમાંથી છે. આમ ભાજપે આ વખતે ઉત્તર ગુજરાતના ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યુ હોય તેવુ સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે.

કોણ છે કેસરીસિંહ ઝાલા ?

કેસરીસિંહ ઝાલા વાંકાનેરના રાજવી પરિવારના અને ભાજપના સનિષ્ઠ કાર્યકર છે. તેઓ વર્ષ 2011થી ભાજપના સક્રિય કાર્યકર તરીકે સેવા આપે છે. 2011માં તત્કાલીન CM મોદીના હાથે ભાજપનો ખેસ પહેર્યો હતો. 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા હતી. કેસરીદેવસિંહની રણનીતિને પગલે વાંકાનેર બેઠક ભાજપે જીતી હતી. તેમણે 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઇન્ચાર્જની ભૂમિકા ભજવી હતી. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહ્યા છે. તેઓ સામાજીક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે સંકળાયેલા છે.

કોણ છે બાબુ દેસાઇ ?

બાબુ દેસાઇ બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. બાબુ દેસાઇ રબારી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને કમિટેડ કાર્યકર્તા માનવામાં આવે છે. બાબુ દેસાઇની પોતાની એક લોકપ્રિયતા છે. તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહ્યા છે. તો બીજી તરફ કેસરીસિંહ વર્તમાન સમયમાં ભાજપ સાથે જોડાયેલા છે. વાંકાનેરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કાર્યરત રહેલા છે.

બાબુ દેસાઇની પસંદગી કેમ ?

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી માલધારી સમાજ અને ક્ષત્રિય સમાજની બાદબાકીનો સૂર ઉઠ્યો હતો. તે સમયે માવજી દેસાઈ પક્ષમાંથી છેડો ફાડીને અપક્ષમાં ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. તો પાટણ વિધાનસભામાંથી ભાજપ ઉમેદવાર રાજુલ દેસાઈ પણ હાર્યા હતા. જે પછી માલધારી સમાજ ભાજપથી વિમુખ થઈ રહ્યાની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. જે પછી બનાસકાંઠાના 2024ની ચૂંટણીમાં વોટબેંકને ફટકો પડી શકે એમ માનવામાં આવતુ હતુ. ત્યારે બાબુ દેસાઈને રાજ્યસભામાં લઇ જઇને માલધારી સમાજને એક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગોવા રબારીને ટુંક સમય પહેલા ભાજપમાં લેવાયા છે.

કેસરીસિંહની પસંદગી કેમ ?

આ લખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી ક્ષત્રિય સમાજની મોટાભાગે બાદબાકી રહી છે. ભૂપેન્દ્રસિંહ, પ્રદીપસિંહ, હકુભા જેવા ક્ષત્રિય નેતાઓની બાદબાકી જોવા મળી છે. આઇ. કે. જાડેજાની પણ હાલ કોઈ સક્રિય ભૂમિકા જોવા નથી મળી રહી. ત્યારે ક્ષત્રિય નેતાગીરી નારાજ તથા નબળી થઈ હોવાનો સુર ઉઠ્યો. ત્યારે રાજ્યસભા માટે નિર્વિવાદીત ચહેરો હોવાથી કેસરીદેવસિંહની પસંદગી કરાઇ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

 ગાંધીનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">