Breaking News: ડમી ઉમેદવારોને લઇને ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી, પોલીસે 36 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ

ડમી ઉમેદવારોને લઇને ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી કરી છે અને પોલીસે 36 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ નોંધનીય છે કે અગાઉ યુવરાજસિંહે 4 ડમી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. યુવરાજસિંહના આક્ષેપો બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા

Breaking News: ડમી ઉમેદવારોને લઇને ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી, પોલીસે 36 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Apr 14, 2023 | 11:03 PM

ડમી ઉમેદવારોને લઇને ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી કરી છે અને પોલીસે 36 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ નોંધનીય છે કે અગાઉ યુવરાજસિંહે 4 ડમી ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. યુવરાજસિંહના આક્ષેપો બાદ રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા.

ભરતી પરીક્ષામાં સુઆયોજીત રીતે ડમીકાંડનો આક્ષેપ

યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે ભરતી પરીક્ષામાં સુઆયોજીત રીતે ડમીકાંડ ચાલી રહ્યું છે. યુવરાજસિંહનો દાવો છે કે ભરતી પરીક્ષા પાસ કરીને નોકરી મેળવવાની એક નવી જ મોડસ ઓપરેન્ડી ચાલી રહી છેઅને ડમી ઉમેદવારોના નામે ભરતી પરીક્ષા પાસ કરીને લોકો સરકારી નોકરી મેળવી રહ્યા છે. યુવરાજે દાવો કર્યો ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં તળાજા અને શિહોર પંથકના 6 ગામના ચોક્કસ સમાજના લોકો ડમીકાંડ સાથે સંકળાયેલા છે.

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ગઈ 5. એપ્રિલ ના રોજ ડમી ઉમેદવાર કાંડ જાહેર કરી 4 ડમી ઉમેદવારો ના નામ જાહેર કર્યા હતા.જેમના નામ આ પ્રમાણે છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

1. ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22) 2. કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22) 3. અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22) 4. જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)

ભરતનગર પોલીસ મથકમાં નોધાઈ ફરિયાદ

ભાવનગર પોલીસે તપાસ દરમિયાન કુલ 36 ડમી ઉમેવારી કરી ચૂકેલા અને આ કાંડ માં એક યા બીજી રીતે સંડોવાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

યુવરાજસિંહ દ્વારા ભાવનગર જિલ્લાના તળાજા અને શિહોર ના 6 ગામડાઓ દિહોર, સથરા, દેવગાણા, ટીમાણા, અણિયાળી, પીપરલા ગામના અમુક લોકો સંડોવાયેલા હોવાનો  દાવા સાથે આક્ષેપ કર્યો હતો . હવે આગળની  પોલીસ તપાસ માં નોકરી મેળવવા, ડમી ઉમેદવારી કરવા અનેક એજન્ટોની પોલ ખુલી શકે છે , તેમજ લાખોના આંકડામાં નહીં પરંતુ  કરોડો માં લેવડ દેવડ થઈ હોવાના ખુલાસા પણ બહાર આવી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">