Breaking News: અમરનાથ યાત્રાએ ગયેલા વધુ એક ગુજરાતીનું મોત, પહેલગામમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન લથડી તબિયત, જુઓ Video
અમરનાથ યાત્રાએ વધુ એક ગુજરાતીનું મોત થયું છે. વડોદરાના ફતેહપુરાના યુવકનું મોતનું અમરનાથ યાત્રા દરમ્યાન મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર વડોદરાના ફતેહપુરાના પીતાંબર ફળીયામાં રહેતા 33 વર્ષીય ગણેશ કદમનું હાર્ટ અટેકથી મોતનું થયુ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે.
Amarnath Yatra 2023 : અમરનાથ યાત્રાએ વધુ એક ગુજરાતીનું મોત થયું છે. વડોદરાના ફતેહપુરાના યુવકનું મોતનું અમરનાથ યાત્રા દરમ્યાન મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર વડોદરાના ફતેહપુરાના પીતાંબર ફળીયામાં રહેતા 33 વર્ષીય ગણેશ કદમનું હાર્ટ અટેકથી મોતનું થયુ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ પીએમ બાદ જ મોતનું સ્પષ્ટ કારણ જાણી શકાશે.
વડોદરાના ગણેશ કદમની સાંજે પહેલગામમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન તબિયત લથડી હોવાનું સામે આવ્યુ હતુ. ગણેશ કદમ વડોદરાથી 10 મિત્રોનું જૂથ અમરનાથ યાત્રાએ ગયુ હતુ. આ દરમ્યાન આ ઘટના બની હતી. ગણેશ કદમના પાર્થિવ દેહને વડોદરા લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવે છે.
સ્થાનિક કોર્પોરેટર હેમિષા ઠક્કર દ્વારા શહર ભાજપના અગ્રણી હોદ્દેદારો અને નેતાઓની મદદથી જમ્મુ કાશ્મીર ભાજપના અગ્રણીઓનો સંપર્ક કરી ગણેશ કદમ ના પાર્થિવ દેહને પીએમ બાદ વડોદરા લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર ગણેશ કદમે બપોરે 2.30 વાગ્યા ના સુમારે વિડીયો કોલ દ્વારા પરિવાર અને મિત્રો સાથે વાત કરી હતી.
સુરતના મહિલા ઊર્મિલા મોદીનું અમરનાથ યાત્રા દરમ્યાન મોત
તો આ અગાઉ સુરતના મહિલા ઊર્મિલા મોદીનું મોત થયું હતુ. જેમાં ભૂસ્ખલન થતાં માથાના ભાગે પથ્થર વાગતા ઘટનાસ્થળે તેમનું મોત નિપજ્યું હતુ. જેવો થોડા સમય પહેલા જ વિદેશથી ભારત આવ્યા હતા. તેમજ સુરતના કામરેજથી ટુર ટ્રાવેલ્સ દ્વારા અમરનાથ યાત્રા ગયા હતા.
આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રા(Amarnath Yatra)માં બાબા બર્ફાનીના ભક્તોની સંખ્યાનો એક ઈતિહાસ રચાયો હતો. 1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથની યાત્રામાં માત્ર 15 દિવસમાં બાબા બર્ફાનીના બે લાખથી વધુ ભક્તોએ પવિત્ર અમરનાથ ગુફામાં બાબાના દર્શન કર્યા હતા, જે એક રેકોર્ડ બન્યો છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..