AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જૂનાગઢના કેશોદમાં એક સાથે 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત

જૂનાગઢના કેશોદમાં એક સાથે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જે એસટી બસ, કાર અને 3 બાઈક વચ્ચે અકસ્માત થયો છે.કેશોદ તરફ આવી રહેલી એસટી બસે કાર અને તેની પાછળ આવી રહેલી 3 બાઈક સાથે અકસ્માત સર્જ્યો છે.

Breaking News : જૂનાગઢના કેશોદમાં એક સાથે 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત
Junagadh
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 10:06 AM
Share

Junagadh : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યાં આજે જૂનાગઢના કેશોદમાં એક સાથે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. જે એસટી બસ, કાર અને 3 બાઈક વચ્ચે અકસ્માત થયો છે.

આ પણ વાંચો : Junagadh: કડિયાવાડમાં મકાન ધરાશાયી થયા બાદનું Tv9નું રિયાલિટી ચેક, હજુ પણ અનેક ઈમારતો જર્જરિત હાલતમાં, જુઓ Video

કેશોદ તરફ આવી રહેલી એસટી બસે કાર અને તેની પાછળ આવી રહેલી 3 બાઈક સાથે અકસ્માત સર્જ્યો છે. મૂર્તિ વિર્સજન કરવા જતા દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમ તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આ્વ્યા છે. તો તેમાથી 3 લોકોને વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા છે.

BMWના કારચાલકે દારૂના નશામાં સર્જોયો અકસ્માત

ગઈકાલે રાત્રે અમદાવાદમાં  નાઇટ પેટ્રોલિંગના સમયે અકસ્માતની ઘટના સામે આવી છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગ વચ્ચે વધુ એક કારચાલકનું મહાકારસ્તાન સામે આવ્યુ છે. BMWના કારચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જયો છે. BMWના કારચાલકે બેફામ રીતે જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી કાર હંકારી હતી. નશામાં ધૂત કારચાલકે સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતુ.

આ અગાઉ અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાં કાર ચાલાવતા અકસ્માત સર્જાયો હતો. ભૈરવનાથ રોડ પર આવેલી રાજકમલ બેકરીની સામે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી હતી અને  દિવાલમાં ઘુસી હતી. મળતી માહિતી અનુસાર કારમાંથી બિયરની બોટલ પણ મળી આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જ ઇસનપુર પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે કારચાલક સહિત 4ની કરી અટકાયત કરી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની કે અવસાનના સમાચાર મળ્યા નથી.

( વીથઈન પુટ – વિજયસિંહ પરમાર )

g clip-path="url(#clip0_868_265)">