Breaking News : રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ સોમવારે સુરત આવે તેવી શકયતા

રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ સોમવારે સુરત આવે તેવી માહિતી સૂત્રો તરફથી સાંપડી છે.

Breaking News : રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ સોમવારે સુરત આવે તેવી શકયતા
Rahul And Priynaka Gandhi
Follow Us:
| Updated on: Apr 02, 2023 | 9:57 PM

રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ સોમવારે સુરત આવે તેવી માહિતી સૂત્રો તરફથી સાંપડી છે.માનહાનિના કેસમાં 3 એપ્રિલે રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે. જેના પગલે પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ સુરત આવી રહ્યા છે. જેમા કોંગ્રેસના વિરોધપક્ષના નેતા અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, હસમુખ દેસાઈ સહિતના નેતાઓ હાજર રહેશે. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાત આવશે. આ સાથે  છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ સુરત આવશે.

જેમાં લોકસભા 2019ના સામાન્ય ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ મોદી અટક સામે આપેલા વિવાદી નિવેદનને સુરતની  કોર્ટે રાહુલ ગાંધીને માનહાની કેસમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. જે બાદ કોર્ટ દ્વારા જામીન પણ મળી ગયા હતા. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી હાઈકોર્ટ નહિ જાય. જો કે સુરતની સેશન્સ કોર્ટમાં જ માનહાનીના નિર્ણયને પડકારશે. આ વખતે રાહુલ ગાંધીનો સમગ્ર કેસ દિલ્હીના નિષ્ણાત વકીલોની ટીમ સંભાળશે. 3 એપ્રિલના રોજ રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ મોવડી મંડળે સુરતમાં ધામા નાખ્યા છે.

શું હતો માનહાનીનો કેસ?

વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે કરેલા નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો જેમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધીએ જામીન માટે અપીલ કરી હતી તેમા તેને ટૂંક સમયમાં જામીન મળી ગયા હતા. સજાના 24 કલાકમાં સંસદ સભ્યપદ  રદ થઈ ગયું હતું. રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ થતા સમગ્ર દેશમાં કોંગ્રેસે ભારે વિરોધ કર્યો હતો.

લીલા સફરજન ખાવાથી થાય છે ગજબ ફાયદા, જાણી લો
પોસ્ટ ઓફિસમાં 2 લાખ રૂપિયાની FD પર કેટલું વ્યાજ મળશે? અહીંની સમજો ગણતરી
કોઈ પણ દવા વગર 1 કલાકમાં તાવ થઈ જશે ગાયબ, જુઓ Video
રેડ સાડીમાં સ્ટાઈલિશ લાગી રહી છે નતાશા સ્ટેનકોવિક, જુઓ ફોટો
ખાલી પેટ પલાળેલી કાળી કિસમિસને ખાવાથી જાણો શું થાય છે?
અંબાણી પરિવાર દિવાળી કેવી રીતે ઉજવે છે? જાણો

રાહુલ ગાંધીનું સાંસદ પદ કયા અધિનિયમ હેઠળ રદ થયુ ?

રાહુલ ગાંધી હવેથી લોકસભામાં બેસી નહીં શકે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા. જો કે હવે તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ હતુ. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8(3) મુજબ, જો કોઈ નેતાને બે વર્ષ કે તેથી વધુની સજા થઈ હતી, તો તેને દોષિત ઠેરવ્યાની તારીખથી વધુ છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે. જોગવાઈ છે કે જો કોઈ ધારાસભ્ય કે સાંસદ હોય તો તે દોષિત ઠરે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે, તેણે પોતાના ધારાસભ્ય કે સાંસદ પદ છોડવું પડે.

સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી, અમરેલી અને રાજકોટમાં અનુભવાયા ભૂકંપના આંચકા
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એલિયન્સને કરવો છે પૃથ્વીનો સંપર્ક! વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
અમદાવાદના નારોલની દેવી સિન્થેટિક પ્રા. લિ.માં ગેસ ગળતરથી 2ના મોત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજકોટમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
રાજ્યભરમાં 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય- Video
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 218 સુધી પહોંચ્યો
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
કાલુપુરમાં જર્જરિત મકાન સેકન્ડમાં ધરાશાયી થયું હોવાનો વીડિયો થયો વાયરલ
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
Breaking News : મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર નાસભાગ, જુઓ વીડિયો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
આ 4 રાશિના જાતકો આજે વગર કામના ખર્ચ કરવાથી બચો
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
દિવાળી પર ST વિભાગે કરી વિશેષ વ્યવસ્થા, 7 દિવસમાં 2 હજારથી બસ દોડાવાશે
g clip-path="url(#clip0_868_265)">