Breaking News: અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજ અંગે સૌથી મોટા સમાચાર, હાલના બ્રિજની બંને બાજુએ નવો બ્રિજ બનાવાશે
અમદાવાદઃ ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેણે tv9 ગુજરાતની ખબર પર પણ મોહર લગાવી છે. tv9એ બે દિવસ પહેલા જ સુપર સ્ટ્રક્ચર તોડી પાડવા અંગે અહેવાલ દર્શાવ્યો હતો. તે અક્ષરશ: સાચો સાબિત થયો છે અને સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર દૂર કરી નવો બ્રિજ બનાવવામાં આવશે.
અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 52 વર્ષ જૂના બ્રિજનું સુપરસ્ટ્રક્ચર દૂર કરી નવો બ્રિજ બનાવાશે. હાલના બ્રિજનું 9 મહિનામાં રિસ્ટોરેશન કરાશે, ત્યારબાદ બે વર્ષમાં બંને બાજુએ નવા બે લેનના બ્રિજનું કામ પૂર્ણ થશે. ₹250 કરોડના ખર્ચે બનનાર આ બ્રિજ અમદાવાદનો નવો આઇકોનિક બ્રિજ બનશે.
ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર દૂર કરી નવો બ્રિજ બનાવાશે. હાલના બ્રિજનું રિસ્ટ્રક્ચરનું કામ 9 મહિનામાં પૂર્ણ કરાશે. ત્યારબાદના બે વર્ષમાં બંને બાજુ બે લેનના બ્રિજનું કામ પૂર્ણ કરાશે. આ અંગે સોમવારથી જ ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. રિસ્ટોરેશનની 9 મહિનાની કામગીરી પૂર્ણ થતા જ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
હાલમાં 52 વર્ષ જૂના બ્રિજના જે લાંબા સ્પાન છે તેને નાના કરવામાં આવશે અને હાલના બ્રિજના હયાત પિલર જાળવી રાખી 7 નવા પિલર બનાવાશે. નવા પિલર તૈયાર થઈ ગયા પછી ઉપર સ્પાનનું કામ શરૂ કરાશે. 250 કરોડમાં રિસ્ટોરેશન અને નવા બ્રિજ બંનેનું કામ પૂર્ણ કરાશે
ઉલ્લેખનીય છે કે TV9ની ખબર પર ફરી મહોર લાગી છે. TV9એ બે દિવસ પહેલા જ સુપર સ્ટ્રક્ચર તોડી પાડવા અંગે અહેવાલ દર્શાવ્યો હતો અને TV9નો અહેવાલ સાચો પડ્યો છે. સુભાષ બ્રિજનું સુપરસ્ટ્રક્ચર તોડી પાડવાના નિર્ણય બાદ TV9 સુભાષ બ્રિજ પર પહોંચ્યું. સુભાષ બ્રિજના સ્પાન પર દોઢથી બે ઇંચ સુધીની તિરાડના કારણે તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુભાષ બ્રિજ તોડી અમદાવાદીઓને નવો સુભાષ બ્રિજ અમદાવાદનો આઇકોનિક બ્રિજ મળશે.
હાલનો સુભાષ બ્રિજ 52 વર્ષ કાર્યરત રહ્યો. પરંતુ 4 ડિસેમ્બરે તે ક્ષતિગ્રસ્ત થયાનું સામે આવતા અવરજવર માટે બંધ કરી દેવાયો હતો. જે બાદ IIT રૂડકી અને SVNIT સહિતના નિષ્ણાતોની મદદથી સ્ટ્રક્ચરલ રિપોર્ટ તૈયાર કર્યો. અને નિષ્ણાતોએ તેના રિપોર્ટમાં હાલના સુપરસ્ટ્રક્ચરની દૂર કરવાનું જણાવ્યું છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad