Bharuch : રખડતા શ્વાન બન્યા અકસ્માતનું કારણ, મોપેડ સવાર મહિલા ઘાયલ – જુઓ Video
અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના કારણે અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઇ છે. મોપેડ હંકારતી મહિલા પાછળ શ્વાન દોડતા તે ગભરાઈ ગઈ હતી.
અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના કારણે અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે.ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઇ છે. મોપેડ હંકારતી મહિલા પાછળ શ્વાન દોડતા તે ગભરાઈ ગઈ હતી. વાહન ઝડપી હંકારવાના પ્રયાસ દરમિયાન અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડ ચાલાક મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી
અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના કારણે અકસ્માતની એક વધુ ઘટના સામે આવી છે. મોપેડ પાછળ અચાનક શ્વાન દોડતા મોપેડ સવાર મહિલાનું સંતુલન બગડ્યું હતું. મોપેડ સીધો વીજ પોલ સાથે અથડાતા યુવતી રોડ પર પટકાઈ હતી અને તેને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા. ગભરાટમાં શ્વાનથી બચવા મહિલાએ મોપેડ ખુબ સ્પીડમાં હંકાર્યું હતું જે સીધું રોડની સાઈડ પર લગાવાયેલા એક વીજપોલ સાથે ટકરાઈ ગયું હતું.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં અકસ્માતની સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે નજરે પડે છે. શહેરમાં રખડતા શ્વાનોની સમસ્યા ફરી એકવાર ચિંતાનો વિષય બની છે.

