Breaking News: અમદાવાદમાં ભયંકર અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદમાં ભયંકર અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તથ્યને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો. જ્યાં પોલીસે તથ્યના 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. મહત્વનુ છે કે કોર્ટે સોમવાર સાંજ સુધીના તથ્યના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Ahmedabad ISKCON Car accident: અમદાવાદમાં ભયંકર અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તથ્યને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો. જ્યાં પોલીસે તથ્યના 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. મહત્વનુ છે કે કોર્ટે સોમવાર સાંજ સુધીના તથ્યના રિમાન્ડ મંજૂર કર્યા છે.
અમદાવાદમાં ભયંકર અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તથ્યને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો. જ્યાં પોલીસે તથ્યના 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે સોમવાર સાંજ સુધીના તથ્યના રિમાન્ડ મંજૂર કર્યા. તથ્યની પેશીને લઇને સમગ્ર કોર્ટ પરિસરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરા અને લાઠી સાથે કોર્ટ પરિસરમાં તૈનાત કરવામાં આવ્યા. સુનાવણીને લઇને કોર્ટ પરિસરમાં લોકોના ટોળેટોળાં ઊમટી પડ્યાં. પોલીસે કોરિડોર બનાવી આરોપી તથ્યને કોર્ટ સમક્ષ રજૂ કર્યો. જ્યાં સરકારી વકીલ અને બચાવ પક્ષ વચ્ચે પોણો કલાક દલીલો ચાલી.
Three-day remand granted of Tathya Patel in Ahmedabad Iskcon Bridge Accident case in which 9 people were killed#AhmedabadAccident #Ahmedabad #AhmedabadNews #Gujarat #TV9News pic.twitter.com/RLbq7Lzb1J
— Tv9 Gujarati (@tv9gujarati) July 21, 2023
સરકારી વકીલની દલીલ
સરકારી વકીલે આરોપીના રિમાન્ડની માગ કરી દલીલ કરી કે તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. કારમાં સવાર અન્ય લોકોની તપાસની પણ જરૂર છે. આ ઉપરાંત તમામના મોબાઇલ ફોનની પણ તપાસ જરૂરી છે. આરોપી મોડી રાત્રે કઇ રેસ્ટોરન્ટમાંથી આવ્યો તેની તપાસની પણ જરૂર છે. સરકારી વકીલે જણાવ્યું કે આરોપી પોલીસને તપાસમાં સહકાર નથી આપી રહ્યો. વળી કારના માલિકે આરોપીને કાર શા માટે આપી એ પણ પ્રશ્ન છે. આરોપીના માતા-પિતાએ પોલીસને જાણ કરવી જરૂરી હતી, તેઓ સીધા પુત્રને ઘટનાસ્થળેથી લઇ ગયા. આરોપીના પિતા ઇજાગ્રસ્તોને કેમ હોસ્પિટલ ન લઇ ગયા ?
તથ્યના વકીલની દલીલ
બીજી તરફ આરોપી તથ્યના વકીલે રજૂઆત કરી કે 19 વર્ષના છોકરા પર મીડિયા ટ્રાયલ થઇ. ઘટનાસ્થળે 50 થી 100 લોકોના ટોળાએ આરોપીને માર માર્યો. તેમની સામે કેમ ગુનો ન નોંધાયો ? આરોપીને તેના પિતા લઇ ગયા એટલે તેમને પણ આરોપી બનાવાયા. આરોપી અને તેના પિતા ક્યાંય ભાગ્યા નથી. તથ્યની સાથે કારમાં સવાર તમામ 5 લોકો પણ સામેથી પોલીસ સમક્ષ હાજર થયા છે. અકસ્માત કરે તેના બંધારણીય હક રદ ન થઇ જાય. કારની સ્પીડ મુદ્દે તેમણે દલીલ કરી કે આરોપી આખા રસ્તે કેટલી સ્પીડે કાર ચાલી એ ન કહી શકે. આ માટે એફએસએલની ટીમ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો