Breaking News : અમદાવાદનો ઈદગાહ બ્રિજ 15 દિવસ લોકો માટે કરાયો બંધ, રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા આ કારણસર લેવાયો નિર્ણય

લોખંડની રેલિંગનું વજન વધી જતા અકસ્માતનું જોખમ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોન્ક્રિટ પરની રેલિંગ નીચેથી પસાર થતી ટ્રેન પર પડવાનો ભય છે. રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરાયા બાદ નિર્ણય લેવાયો છે.

Breaking News : અમદાવાદનો ઈદગાહ બ્રિજ 15 દિવસ લોકો માટે કરાયો બંધ, રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા આ કારણસર લેવાયો નિર્ણય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 9:47 AM

Ahmedabad : અમદાવાદના કાલુપુર પાસે આવેલો ઈદગાહ બ્રિજ (Eidgah Bridge) લોકો માટે બંધ કરાયો છે. ઈદગાહ બ્રિજ 15 દિવસ માટે બંધ રહેશે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે હવે વાહન ચાલકોને બે કિલોમીટર ફરીને જવું પડશે. લોખંડની રેલિંગનું વજન વધી જતા અકસ્માતનું (Accident) જોખમ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોન્ક્રિટ પરની રેલિંગ નીચેથી પસાર થતી ટ્રેન પર પડવાનો ભય છે. રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરાયા બાદ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો- Breaking News : ગુજરાતમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ

15 જૂન 2023 સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે

બ્રિજ વચ્ચે રેલવે પોર્શનમાં કોન્ક્રિટની રેલિંગનો વજન વધી ગયો છે. જેના કારણે કોન્ક્રિટ નીચેથી પસાર થતી ટ્રેન ઉપર પડવાનો ભય રહેલો છે. જેના કારણે હવે આ રેલિંગને દૂર કરવા માટેનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. આ કામગીરી આગામી 15 દિવસ સુધી ચાલવાની હોવાથી 15 જૂન, 2023 સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે. બ્રિજ બંધ કરવાના કારણે કાલુપુર તરફ જવા અને શાહીબાગ તરફ આવવા માટે લોકોએ બે કિલોમીટર જેટલું ફરીને આવવું પડશે.

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

અહીં ગમે ત્યારે અકસ્માત સર્જાવોનો ભય રહેલો છે

ઇદગાહ બ્રિજ પર રોજ લાખો વાહનોની અવર જવર થતી હોય છે. શાહીબાગથી કાલુપુર તરફ અને કાલુપુરથી શાહીબાગ તરફ જનારા લોકો આ બ્રિજ પર થઇને જ પસાર થતા હોય છે. સાથે જ આ રેલવે ઓવરબ્રિજ પરથી રોજની અનેક ટ્રેનો પસાર થાય છે. જો કે કોન્ક્રિટ પરની રેલિંગ પરનું વજન વધી જતા અહીં ગમે ત્યારે અકસ્માત સર્જાવોનો ભય રહેલો છે.  આ બાબતે પશ્ચિમ રેલવેના બ્રિજ વિભાગના એન્જિનિયર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેના માટે થઈ અને આ રેલિંગ કાઢવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી આ બ્રિજને 31 મેથી 15 દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">