Breaking News : કચ્છના કેરા મુન્દ્રા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, જુઓ Video
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર કચ્છમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કચ્છના કેરા મુન્દ્રા વચ્ચે અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.

Breaking News : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર કચ્છમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કચ્છના કેરા મુન્દ્રા વચ્ચે અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.
મળતી માહિતી અનુસાર ખાનગી બસમાં 35 થી વધુ લોકો સવાર હતા. ત્યારે બસ ટ્રક સાથે અથડાતા આ દુર્ઘટના બની હતી. જો કે મોતના આંકડા વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં 4 લોકોના મોત
કચ્છના કેરા અને મુન્દ્રા વચ્ચે ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત થતાની સાથે જ રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના પગલે અકસ્માત થતા જ સ્થાનિકો દ્વારા 108 અને પોલીસને જાણ કરી હતી. જેના પગલે 108 એમ્બ્યુલન્સ અને પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જેથી મોટાભાગના લોકોનો તાત્કાલિક સારવાર મળી રહે. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં અકસ્માતમાં 2 લોકોના મોત
બીજી તરફ આજે ગાંધીનગરના ખ રોડ પર મહાત્મા મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક સાથે 3 વાહનોની ટક્કર થતા 2 લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માતમાં વાહનોનું કચ્ચરઘાણ નીકળી ગયું છે. જો કે ઘટના જાણ થતા તાત્કાલિક ધોરણે 108 મારફતે ઈજાગ્રસ્ત લોકો અને મૃતકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભરુચમાં અકસ્માતમાં 7 ગાયના મોત
આ તરફ આજે ભરૂચ નજીક વરેડિયા ચોકડી નજીક ગાયના ટોળાને અકસ્માત નડ્યો છે. ગાયના ટોળા પરથી ટ્રેલર ફરી વળતા 7 ગૌ માતાના મોત થયા છે. અકસ્માતમાં અન્ય 7 ગાયને ઇજા થઈ હતી. જો કે અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ટ્રેલર સ્થળ પર મૂકી ફરાર થઈ જતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે.