Breaking News : આમ આદમી પાર્ટીમાં ભંગાણ, ગત વિધાનસભા ચૂંટણીમાં બાલાસિનોરથી ઊભા રહેનાર ઉમેદવાર જોડાશે ભાજપમાં
ગત વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections) બાલાસિનોરથી આપના ઉમેદવાર તરીકે ઊભા રહેનાર ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાવાના છે. ઉદયસિંહ ચૌહાણે ભાજપનો સાથ આપવાનો નિર્ણય લીધો છે. તેમના સમર્થકો સાથે તેઓ બીજેપીમાં જોડાશે.
Mahisagar : આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) વધુ એક વાર ભંગાણ પડ્યુ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections) બાલાસિનોરથી આપના ઉમેદવાર તરીકે ઊભા રહેનાર ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાવાના છે. ઉદયસિંહ ચૌહાણે ભાજપનો સાથ આપવાનો નિર્ણય લીધો છે. તેમના સમર્થકો સાથે તેઓ બીજેપીમાં જોડાશે.
આ પણ વાંચો –Breaking News: કર્ણાટકના યાદગીરીમાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 5ના મોત, 13 ઘાયલ
તાજેતરમાં એપ્રિલ મહિનામાં જ છોટાઉદેપુર જિલ્લાની સહકારી સંસ્થાઓની ચૂંટણી પહેલા સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ તમામ આગેવાનો ભાજપમાં સામેલ થયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નેતૃત્વમાં આ તમામ આગેવાન પ્રદેશ ભાજપમાં જોડાયા હતા. ભાજપનાં મહામંત્રી રજની પટેલ હસ્તે સહકારી ક્ષેત્રના આગેવાનો કેસરિયા કર્યા હતા. ત્યારે હવે વધુ એક આમ આદમી પાર્ટીના નેતા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવાના છે.
અગાઉ આમ આદમી પાર્ટીના નેતા ભાજપમાં જોડાયા હતા
આ અગાઉ સુરતમાં આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું હતુ. છ કોર્પોરેટર આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. સુરતના ઉધનામાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે આદમી પાર્ટીના 6 કોર્પોરેટરો પહોંચ્યા હતા. આ પહેલા AAPના 4 કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા અને બાદમાં વધુ 6 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ સાથે કુલ 10 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
આ પણ વાંચો- Gujarati Video : AMC માં સંકલનના અભાવનો વધુ એક પુરાવો, રોડ બનતાની સાથે તોડવાની કામગીરી શરૂ !
નિરાલી પટેલ અશોક ધામી, ધર્મેન્દ્ર વાવલિયા ભાજપમાં જોડાયા હતા. તો AAPના કોર્પોરેટર કિરણ ખોખાણી, ઘનશ્યામ મકવાણા, જ્યોતિ લાઠિયાસ પણ ભાજપમાં સામેલ થયા હતા. તમામ કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે AAPમાં તેઓ ત્રાહિમામ પોકાર્યા હતા..હવે તેઓ ભાજપમાં જોડાઈ વિકાસની રાજનીતિને અપનાવવા માગે છે.
મહીસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો