AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : AMC માં સંકલનના અભાવનો વધુ એક પુરાવો, રોડ બનતાની સાથે તોડવાની કામગીરી શરૂ !

Gujarati Video : AMC માં સંકલનના અભાવનો વધુ એક પુરાવો, રોડ બનતાની સાથે તોડવાની કામગીરી શરૂ !

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 10:04 AM
Share

અમદાવાદ મનપામાં સંકલનના અભાવનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે. જેમાં વાઈટ ટોપીંગ રોડ બનતાની સાથે જ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. અનિલ સ્ટાર્ચ મિલ પાસે વ્હાઇટ ટોપિંગ રોડ ખોદવાની ફરજ પડી છે.

Ahmedabad : અમદાવાદ મનપામાં સંકલનના અભાવનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે. જેમાં વાઈટ ટોપીંગ રોડ બનતાની સાથે જ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. અનિલ સ્ટાર્ચ મિલ પાસે વ્હાઇટ ટોપિંગ રોડ ખોદવાની ફરજ પડી છે. પાણી અને ડ્રેનેજ લાઈનનું લીકેજ હોવાનું કારણ આપી નવા રોડને તોડવાની ફરજ પડી છે. ડ્રેનેજ લીકેજનું સમારકામ કર્યા વગર પહેલા રોડ બનાવી દેવાયો છે. બાદમાં કોર્પોરેશનને યાદ આવતા હવે રોડ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો : Ahmedabad: ઉનાળુ વેકેશન બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ, શાળાઓ વિદ્યાર્થીઓના આગમનથી ગુંજી, જુઓ Video

અમદાવાદના ઈસનપુરમાં બનેલા રોડને સર્જાયો હતો વિવાદ

આ અગાઉ અમદાવાદના ઇસનપુરમાં ડેપ્યુટી ચેરમેનના ઘર પાસે બનેલા રસ્તાને લઈ મોટો વિવાદ થયો હતો. આલોક પુષ્પક બંગલોમાં વ્હાઇટ ટોપિંગ આરસીસી રોડ બનતા વિવાદ સર્જાયો હતો. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ઉભી થતા વ્હાઈટ ટોપીંગ રસ્તો બનાવવામાં આવ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું હતુ. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના શંકર ચૌધરી ડેપ્યુટી ચેરમેન બન્યા તે પહેલા રસ્તો બનાવવા માટે દરખાસ્ત કરી હતી. દોઢથી બે કરોડના ખર્ચે 400 મીટરનો વાઈટ ટોપીંગ રસ્તો ડ્રેનેજ સિસ્ટમ સાથે બનાવાયો હતો. રસ્તો બનાવાયા બાદ વર્ષો જૂની વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ થઈ હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 06, 2023 08:59 AM
g clip-path="url(#clip0_868_265)">