AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વન વિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 આરોપીઓને 7 વર્ષની સજા

ડેડીયાપાડા જંગલ જમીન વિવાદ કેસમાં નર્મદા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ આઠ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આ કેસ છેલ્લા ત્રણ વર્ષથી ચર્ચામાં રહ્યો હતો.

Breaking News : વન વિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 આરોપીઓને 7 વર્ષની સજા
Chaitar Vasava
| Updated on: Jun 23, 2026 | 3:11 PM
Share

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા જંગલ જમીન વિવાદ મામલે ચૈતર વસાવા સહિત તેમના પરિવાર પર આરોપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો જે મુદ્દે નર્મદા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ આઠ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે અને આ આઠે આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આર્મ્સ એક્ટની કલમ હેઠળ સખત સજાનું કોર્ટે એલાન કર્યું છે.

ચૈતર વસાવા સહિત કુલ આઠ આરોપી દોષિત જાહેર

ઓક્ટોબર 2023માં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની જમીનને લઈને વિવાદ ઉભો થયો હતો. આરોપ હતો કે અમુક પ્રભાવશાળી લોકોએ જંગલની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આ અંગે જાણ થતાં વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન જમીન પર ખેડાણના મુદ્દે અધિકારીઓ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તથા તેમના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી.

ચૈતર વસાવા પર હુમલો કરવાનો આરોપ

અધિકારીઓએ ધારાસભ્ય અને તેમના સંબંધીઓ પર વનવિભાગના આધિકારી સાથે ગેરવર્તણૂક કરીને હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો, જેના પગલે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારબાદ કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. મે 2026માં ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની અરજી ફગાવી દીધી હતી તેમજ બચાવ પક્ષના સાક્ષીઓની વધુ તપાસ કરવાની માંગ પણ નામંજૂર કરી હતી, સાથે જ હાઈકોર્ટે નીચલી કોર્ટને ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.

ચૈતર વસાવાની પત્ની પણ દોષિત જાહેર

લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હવે નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા તેમની પત્ની અને અન્ય આઠ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. સજાની જાહેરાત અંગે હવે સૌની નજર કોર્ટના આગામી આદેશ પર ટકેલી છે.

Surat Breaking News : નાસીરનગર ડિમોલિશન કેસમાં તપાસ રિપોર્ટમાં મોટા ખુલાસા, 15 અધિકારીઓના નામ આવ્યા સામે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
₹25 લાખ સુધીની રેન્ટલ ઇન્કમ પર Tax 'શૂન્ય' કેવી રીતે થાય?
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો, કેટલાક ગામ રોડ માર્ગે સંપર્ક વિહોણા
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
જર્મનીની હેલ્થકેર સિસ્ટમ ફ્લોપ? ભારતીય મહિલાએ શેર કર્યો 'Video'
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
અમદાવાદમાં વરસાદના 5 દિવસ પછી પણ 'હાલાકી' - જુઓ Video
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
વિરમગામમાં વરસાદી પાણીના પ્રવાહમાં યુવક તણાયો
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
શિકાર કરવા આવેલા 5 સિંહોને ભેંસોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા, વીડિયો વાયરલ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
બનાસકાંઠાનું નડાબેટ રણ બન્યું દરિયો! કુદરતી નજારો જોવા ઉમટી ભીડ
g clip-path="url(#clip0_868_265)">