AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati video: પાણીપુરીના 'ચટાકા' માટે BRTS ડ્રાઈવરે દોડતી બસ થંભાવી, જુઓ Viral video

Gujarati video: પાણીપુરીના ‘ચટાકા’ માટે BRTS ડ્રાઈવરે દોડતી બસ થંભાવી, જુઓ Viral video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 9:18 AM
Share

નીરજ પરમારે ઝુંડાલ સર્કલથી ત્રિમંદિર રૂટના બસના ડ્રાઇવરે અડાલજ સ્વાગત સિટી પાસે બસ ઊભી રાખીને પાણીપૂરી ખાધી હતી. બસનો ડ્રાઇવર જ્યાં સુધી પાણીપૂરી ખાઈને પરત ન આવ્યો, ત્યાં સુધી મુસાફરો ને બસમાં જ બેસી રહેવું પડ્યું હતું

અમદાવાદ શહેરમાં BRTS બસના ડ્રાઇવરને પાણીપુરીનો ચટાકો મોંઘા પડયો છે.   આ ડ્રાઇવરને પાણીપુરી ખાવાનો એટલો શોખ હતો કે  તેણે ચાલતી બસને  ઉભી રાખીને  મુસાફરોને રાહ જોવડાવીને  પાણીપુરીની મજા માણી હતી.  આ કારસ્તાન કરવાને કારણે ડ્રાઇવર નીરજ પરમારને  સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ડ્રાઇવરે મનમાની કરીને  પાણીપુરીની  જ્યાફ્ત માણી

BRTS બસ રસ્તા વચ્ચે રોકી પાણીપુરીની લિજ્જત માણવા પહોંચેલા ડ્રાઇવર નીરજ પરમારને સસ્પેન્ડ કરાયો છે. સાથે જ 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. AMC સંચાલિત જાહેર પરિવહન BRTS અને AMTS બસના ડ્રાઈવરો ચાલુ ફરજ દરમિયાન મનમાની કરતા હોવાના અનેક કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે અડાલજ ત્રિમંદિરથી ઝુંડાલ સર્કલ સુધીની BRTS બસના ડ્રાઇવરની મનમાનીનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બસના ડ્રાઈવરે ચાલુ બસ રોકી પાણીપૂરીની  જયાફત માણી હતી.

જોકે  ડ્રાઇવરે જેટલો સમય બસ રોકી તેટલો સમય મુસાફરોનો સમય બગડ્યો હતો અને ડ્રાઇવરે આ રીતે બસ રોકી દેતા ઘણા મુસાફરો અકળાઈ ગયા હતા.

 

આ પણ વાંચો:  Breaking News : અદાણી ગેસે CNG અને PNG ગેસના ભાવમાં મોટો ઘટાડો કર્યો, સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયા 5.06 નો ઘટાડો

નીરજ પરમારે ઝુંડાલ સર્કલથી ત્રિમંદિર રૂટના બસના ડ્રાઇવરે અડાલજ સ્વાગત સિટી પાસે બસ ઊભી રાખીને પાણીપૂરી ખાધી હતી. બસનો ડ્રાઇવર જ્યાં સુધી પાણીપૂરી ખાઈને પરત ન આવ્યો, ત્યાં સુધી મુસાફરો ને બસમાં જ બેસી રહેવું પડ્યું હતું અને અંદાજે દસેક મિનિટ જેટલો સમય મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો હતો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 08, 2023 09:15 AM
g clip-path="url(#clip0_868_265)">