Breaking News : ગુજરાતમાં એક જ હોસ્પિટલમાં Coronaથી બેનાં મોત, અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગરમાં કેસ વધ્યા
Corona Death : ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જઇ રહયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ધીમી ધીમે કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે હવે કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. એટલુ જ નહીં ગુજરાતમાં કોરોનાથી બે લોકોના મોત થયા છે. અમદાવાદમાં એક જ હોસ્પિટલમાં બે મહિલાઓના મોત થયા છે.

Corona Death : ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જઇ રહયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ધીમી ધીમે કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે હવે કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. એટલુ જ નહીં ગુજરાતમાં કોરોનાથી બે લોકોના મોત થયા છે. અમદાવાદમાં એક જ હોસ્પિટલમાં બે મહિલાઓના મોત થયા છે.
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાથી બે લોકોના મૃત્યુ થયા છે. આ બંને મૃત્યુ મહિલાઓના થયા હોવાનું સામે આવ્યુ છે. અલગ અલગ ઊંમરની બે મહિલાઓના મોત થયાની માહિતી મળી છે.
અમદાવાદમાં 197 કેસ સક્રિય
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત છે, જેમાં કોરોનાથી પોઝિટિવ બે મહિલાઓના મોત થયા છે. દાણીલીમડાની 47 વર્ષની મહિલા અને 18 વર્ષની યુવતી બંનેએ એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો. 47 વર્ષની મહિલા 23 તારીખથી સારવાર હેઠળ હતી જ્યારે 18 વર્ષની યુવતીનું મોત પણ સારવાર દરમ્યાન થયું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં હાલ 197 સક્રિય કેસ છે અને છેલ્લા 24 કલાકમાં 50 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે આશંકાજનક સ્થિતિ તરફ ઈશારો કરે છે.
રાજકોટમાં 44 સક્રિય કેસ
રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 7 કેસ નોંધાતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. પોઝિટિવ કેસોમાં 3 પુરૂષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. રામકૃષ્ણનગર, સાઘુ વાસવાણી રોડ, હનુમાન મઢી, અયોધ્યા ચોક અને ચંદ્રેસનગર જેવા વિસ્તારોમાં નવા કેસ નોંધાયા છે. હાલમાં શહેરમાં પોઝિટિવ કેસનો આંક 44 પર પહોંચી ગયો છે, જેમાંથી 38 દર્દીઓ સારવાર હેઠળ છે અને 6 દર્દીઓ કોરોના મુક્ત થઈ ચૂક્યા છે. મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં હોવાથી તંત્રને થોડી રાહત મળી છે.
ગાંધીનગરમાં 11 કેસ
ગાંધીનગર શહેરમાં પણ કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે, જેને લઈને કોર્પોરેશન વિસ્તારમાં કુલ 11 સક્રિય કેસ થઇ ગયા છે. ગઈકાલે કલોલ રૂરલ વિસ્તારમાં કેસ મળ્યા બાદ હવે શહેર વિસ્તારમાં પણ કેસો વધી રહ્યા છે. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને ત્યાં જ તેમની સારવાર ચાલી રહી છે.
સુરતમાં નવા 4 કેસ નોંધાયા
સુરત શહેરમાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સિટીલાઈટ વિસ્તારમાં રહેતા બે યુવકોમાં કોરોના સંક્રમણ મળ્યું છે, જેમાં એક યુવક કુર્ગથી અને બીજો બાલીથી પરત ફર્યો હતો. ઉપરાંત એક વૃદ્ધ અને વધુ એક યુવકને પણ કોરોનાની ચેપ લાગ્યો છે. તમામ દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.