ઝેરી દારૂકાંડ : મહિલા સહિત 7 આરોપીઓ વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ, પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે બુટલેગરોએ બોગસ નામથી મોબાઇલ સીમકાર્ડ ખરીદ્યા હતા.મહત્વનું છે કે, આ ઝેરી દારૂકાંડમાં 43 થી વધુ લોકો મોતને ભેટ્યા હતા.

ઝેરી દારૂકાંડ : મહિલા સહિત 7 આરોપીઓ વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ, પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
Botad hooch tragedy
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 07, 2022 | 10:25 AM

બોટા ઝેરી દારૂકાંડમાં (Botad Hooch Tragedy) રોજ નવા વળાંક આવી રહ્યા છે.આ કેસમાં હવે મહિલા સહિત 7 આરોપીઓ વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ કરાયો છે.પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે,બુટલેગરોએ બોગસ નામથી મોબાઇલ સીમકાર્ડ (Simcard)  ખરીદ્યા હતા.સાથે જ આર્થિક લાભ માટે કાવતરૂ રચ્યાનો ખુલાસો થયો છે.મહત્વનું છે કે,બરવાળા પોલીસ મથકના (barvala police station) પી.આઇ જ ફરીયાદી બન્યા છે.

ઝેરીદારૂકાંડ મુદ્દે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ

તમને જણાવી દઈએ કે, બરવાળા ઝેરી દારૂ કેસ મુદ્દે બોટાદની સેશન્સ કોર્ટમાં (Sessions court) 6 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાઈ હતી. આગામી 10 ઓગસ્ટે હવે આગોતરા જામીન અંગે ચુકાદો જાહેર થશે.ઉલ્લેખનીય છે કે,AMOS કંપનીના સમીર પટેલ સહિત 5 આરોપીએ આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે..સેશન્સ કોર્ટમાં અરજીને લઈ હીયરીંગ હતું જેમાં સરકારી વકીલ તરીકે ઉત્પલ દવે હાજર રહ્યા હતા.

આ પૂર્વે AMOS કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ, ચંદુભાઈ પટેલ, પંકજ પટેલ અને રજત ચોકસીએ ગુજરાત હાઇકોર્ટે (Highcourt) આગોતરા જામીન સ્વીકારવાનો ઈનકાર કરતા આરોપીઓએ અરજી પરત ખેંચી લીધી હતી.સેશન્સ કોર્ટમાં અરજી કર્યા બાદ 7 દિવસમાં અરજી પર સેશન્સ કોર્ટે નિર્ણય લેવાનો રહેશે. આ સાથે મીડિયાના રિપોર્ટ્સ અને દબાણના કારણે યોગ્ય ન્યાય માટેની તક નહીં મળે એવી આરોપીઓની હાઇકોર્ટ માં દલીલ હતી પરંતુ આરોપી તરફી તમામ દલીલોને હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati