Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોટાદ ઝેરી દારૂ કાંડમાં જાળિલા ગામે વધુ એક અસરગ્રસ્તનું અવસાન

બોટાદ ઝેરી દારૂ કાંડમાં જાળિલા ગામે વધુ એક અસરગ્રસ્તનું અવસાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 10:40 PM

ગુજરાતના(Gujarat)  બોટાદમાં સર્જાયેલા ઝેરી દારૂકાંડમાં (Botad Hooch Tragedy)42 લોકોના મૃત્યુ થયા છે. જેમાં આજે બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામે વધુ એક વ્યક્તિનું મોત થયું છે.

ગુજરાતના(Gujarat)  બોટાદમાં સર્જાયેલા ઝેરી દારૂકાંડમાં (Botad Hooch Tragedy)42 લોકોના મૃત્યુ થયા છે. જેમાં આજે બોટાદના રાણપુર તાલુકાના જાળીલા ગામે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ વ્યક્તિએ બરવાળા આસપાસના વિસ્તારમાંથી ઝેરી દારૂનું સેવન કર્યું હતું. જો કે તેની તબિયત લથડ્યા બાદ બરવાળા હોસ્પિટલ ખસેડાયો હતો. તેમજ વધુ સારવાર માટે યુવકને ભાવનગર લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ વ્યક્તિએ કેમિકલનું સેવન કર્યુ છે તેની ઘરના લોકોને જાણ કરી હતી.

ગુજરાતમાં ઝેરી દારૂકાંડને  પગલે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં કેમિકલ ચોરી કરવાથી લઈ કેમિકલ વેચનાર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે રાજકોટથી લઈને સુરત અમદાવાદથી લઈને પંચમહાલ વડોદરાના કરજણથી લઈને સુરત શહેર અને પાંડેસરામાં પોલીસે દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડયા છે. આ અંગે ગૃહ વિભાગની પ્રેસ કોન્ફરન્સ માહિતી આપવામાં આવી છે. જેમાં આ ગુનામાં મુખ્ય આરોપીઓ સહિત 15 આરોપીઓ ઝડપાયા છે. તેમજ ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ    જણાવ્યું કે 10 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવશે. તેમજ દેશી દારુનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે.

જયારે SITના રિપોર્ટ પ્રમાણે દોષિતો સામે પગલા લેવાશે. આ કેસમાં 475 લીટર કેમિકલ પોલીસે જપ્ત કર્યું છે. તેમજ આ વર્ષે દેશી દારુના કુલ 70 હજાર ગુનાઓ દાખલ કરાયા છે. તેમજ રૂપિયા 85 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે 173 બુટલેગરોને તડીપાર કરવામાં આવ્યા છે.  તેમજ આ લઠ્ઠો છે કે કેમિકલ અમે તેમાં પડવા માગતા નથી. આ કેસમાં  પગલા લેવાની જવાબદારી અમારી છે અને ગુજરાત પોલીસ સક્ષમ છે.

g clip-path="url(#clip0_868_265)">