AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની મળશે બેઠક, 6 મંદિરના 50 જેટલા સંતો રહેશે હાજર-સૂત્ર

Botad: આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળવા જઈ રહી છે. જેમા સ્વામીનારાયણ ભગવાને બાંધેલા મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો હાજર રહેશે. વડતાલ, જુનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો હાજર રહેશે.

Jignesh Patel
| Edited By: | Updated on: Sep 03, 2023 | 6:27 PM
Share

Botad: સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની આજે બેઠક મળશે. સ્વામીનારાયણ ભગવાને બાંધેલા મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો હાજર રહેશે.સ્વામીનારાયણ ભગવાને બાંધેલા મુખ્ય 6 મંદિરના 50 જેટલા સંતો હાજર રહેશે. વડતાલ, જુનાગઢ, ધોલેરા, ભુજ, અમદાવાદ અને ગઢડા મંદિરના સંતો હાજર રહેશે. સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવપક્ષના સંતો હાજરી આપે તેવી શક્યતા છે. BAPS સ્વામીનારાયણ મંદિરના સંતો પણ બેઠકમાં હાજર રહી શકે છે. આ બેઠકમાં RSSના આગેવાનો પણ હાજર રહે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે.

સાળંગપુર ધામમાં વિવાદી ભીંતચિત્રોને લઈને દેશભરના સાધુસંતોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ અગાઉ RSS નેતા રામ માધવ પણ સારંગપુર પહોંચ્યા હતા.વિવાદી ભીંતચિત્રો મુદ્દે તેમણે સ્વામીનારાયણના સંતો સાથે મુલાકાત કરી હતી. રામ માધવની આ સારંગપુર મુલાકાત ઘણી મહત્વની ગણાઈ રહી છે.

આ પણ વાંચો: Vadodara: સાળંગપુરના ભીંતચિંત્રો વિવાદ મામલે કેન્દ્રીય પ્રધાન રુપાલાએ કહ્યુ-આવા વિવાદો દુર્ભાગ્યપૂર્ણ, જુઓ Video

આ અગાઉ RSS નેતા રામ માધવ પણ સારંગપુર પહોંચ્યા હતા.વિવાદી ભીંતચિત્રો મુદ્દે તેમણે સ્વામીનારાયણના સંતો સાથે મુલાકાત કરી હતી. રામ માધવની આ સારંગપુર મુલાકાત ઘણી મહત્વની ગણાઈ રહી છે. સાળંગપુરમાં વિવાદી ભીંતચિત્રોના વિવાદ દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે. સનાતન ધર્મમાં ભારે રોષ ફેલાયો છે. જગદગુરુ શંકરાચાર્ય, મોરારીબાપુ, સ્વામી સચ્ચિદાનંદ સહિતનાએ આ ભીંતચિત્રો મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી ચુક્યા છે. આ વિવાદને પગલે આજે સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મોટાભાગના સાધુ સંતો હાજર રહ્યા હતા. હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ છે. સાધુ-સંતો અને હિંદુ સંગઠનો એક્ઠા થઈ વ્યુહરચના બનાવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યુ છે.આ બેઠકમાં વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ હતી. જેમા સનાતન ધર્મના સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

 બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">