AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botad : આજે હનુમાન જ્યંતી, સાળંગપુરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે અત્યાનુધિક ભોજનાલયનું કરાશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે અત્યાનુધિક ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવશે. ભોજનાલયની વિશેષતાની વાત કરીએ તો, આ ભોજનાલય 24 કલાક ચાલુ રહેશે. ભોજનાલયનું રસોઈઘર 4550 સ્કેવર ફૂટમાં બનાવવામાં આવ્યું છે.

Botad : આજે હનુમાન જ્યંતી, સાળંગપુરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે અત્યાનુધિક ભોજનાલયનું  કરાશે લોકાર્પણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2023 | 7:22 AM
Share

બોટાદના સાળંગપુરમાં બનેલા અત્યાનુધિક ભોજનાલયનું આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સાળંગપુરમાં બનેલા અત્યાધુનિક અને વિશાળ ભોજનાલયની વિશેષતાની વાત કરીએ તો, આ ભોજનાલય 24 કલાક ચાલુ રહેશે. ભોજનાલયનું રસોઈઘર 4550 સ્કેવર ફૂટમાં બનાવવામાં આવ્યું છે. જેમાં એક કલાકમાં 20 હજાર ભાવિકો એક સાથે જમી શકે તેટલું ભોજન બની શકશે. એટલું જ નહિં આ ઉપરાંત 7 જેટલા ડાઈનિંગ હોલ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં એક સાથે 4 હજાર ભક્તો ભોજન લઇ શકશે. આ ઉપરાંત ભક્તોની સુવિધા માટે ભોજનાલયમાં 5 લીફ્ટ પણ મુકવામાં આવી છે. અને 79 રૂમ પણ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Hanuman Jayanti 2023: અંજનીસુતની વિરાટ પ્રતિમાને 5 હજાર વર્ષો સુધી નહીં આવે આંચ, પવનપુત્રની મનમોહક મૂર્તિના કરો દર્શન, જુઓ Photos

બોટાદમાં સાળંગપુર મંદિરમાં હનુમાનજીના દર્શન કરશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં સાળંગપુરમાં વારંવાર દર્શન કરવા માટે જતા હોય છે. તેઓ અનેક વાર પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે જતા હોય છે. આ મુલાકાત વખતે તેઓ સાળંગપુર મંદિર જશે અને ત્યાં સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે. સાથે જ સાળંગપુરમાં બનાવવામાં આવેલી અત્યાનુધિક ભોજનાલયનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત તેઓ આજની તેમની મુલાકાત દરમિયાન પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે અમદાવાદ અથવા તો ગાંધીનગરમાં બેઠક કરે તેવી પણ સંભાવના છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

બોટાદના સાળંગપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યાનુધિક ભોજનાલયનું લોકાર્પણ કરવા માટે આવવાના છે. સાથે સાળંગપુર મંદિરમાં યોજાનાર હનુમાન જયંતી ઉત્સવને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમિત શાહ 6 એપ્રિલ એટલે આજે સાળંગપુર મંદિરનું આધુનિક ભોજનાલય ભક્તો માટે ખુલ્લો મુકશે. હનુમાન જયંતીની ઉજવણીમાં હજારો ભક્તો આવતા હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બહારગામથી આવતા ભક્તોને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસે અલગ અલગ ત્રણ પાર્કિંગની વ્યવસ્થા કરી છે. ત્રણેય પાર્કિંગ પર પોલીસનો રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત હશે. કેન્દ્રીયમંત્રી ગૃહમંત્રી અમિત શાહ જે સ્થળોની મુલાકાત કરશે તે સ્થળો પર પોલીસના જવાનો તૈનાત રહેશે.

કેમ્પ મંદિર ખાતેથી હનુમાનજીની શોભાયાત્રા

અમદાવાદમાં હનુમાનજીની શોભાયાત્રા માટે કેમ્પ હનુમાનથી વાસણા સુધી આ સમગ્ર શોભાયાત્રાનો રૂટ નક્કીકરાયો હતો. અમદાવાદ શહેરમાં વર્ષોથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે રીતે આજે પણ સમગ્ર આયોજન કેમ્પ મંદિર દ્વારા કરાયું હતું. શહેરના અલગ અલગ વિસ્તારોમાં હનુમાન જયંતીની શોભાયાત્રા ફરીને વાસણા ખાતે યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ટ્રક, ટુ વ્હીલર અને કાર ચાલકો પણ જોડાયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
g clip-path="url(#clip0_868_265)">