Breaking News: કિંગ ઓફ સાળંગપુર: સાળંગપુર ખાતે દાદાની 54 ફૂટ ઉંચી ભવ્ય પ્રતિમાનું સંધ્યા સમયે થયું અનાવરણ, હનુમાન દાદાનો થયો જયઘોષ, જુઓ Video
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. તે સાથે જ હનુમાન દાદાનો જયઘોષ કરવામાં આવ્યો હતો.
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. કિંગ ઓફ સાળંગપુર’: દાદાની 54 ફૂટ ઉંચી પ્રતિમા 7 કિમી દૂરથી પણ દેખાશે. દાદાની મૂર્તિને 5000 વર્ષ સુધી કંઈ જ ન થાય તે રીતે આખી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.
‘કિંગ ઓફ સાળંગપુર’ હનુમાન દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાનું અનાવરણ | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/ObwOGRyDif
— Tv9 Gujarati (@tv9gujarati) April 5, 2023
દાદાનું મનોહર મુખારવિંદ જોઈને ભક્તજનો થયા ગદગદિત
મહાબલીનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. જ્યારે કે તેમનો મુગટ 7 ફૂટ ઊંચાઈ અને 7.5 ફૂટ પહોળાઈ ધરાવે છેહનુમાનજીની આ પ્રતિમા 54 ફૂટ ઊંચી છે. જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે.
Unveiling of 54 ft idol of Lord Hanuman at Salangpur Temple in #Botad first on #TV9News#HanumanJayanti #gujarat pic.twitter.com/u6mv7qOgSG
— Tv9 Gujarati (@tv9gujarati) April 5, 2023
હનુમાનજીની પ્રતિમાની આ વિશેષતાઓ છે
મહાબલીનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. જ્યારે કે તેમનો મુગટ 7 ફૂટ ઊંચાઈ અને 7.5 ફૂટ પહોળાઈ ધરાવે છે.
હનુમાનજીની આ પ્રતિમા 54 ફૂટ ઊંચી છે. જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે.
જ્યારે તેમના પગની લંબાઈ 8.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. હનુમાનજીના પગનાં કડાની ઊંચાઈ 1.5 ફૂટ અને પહોળાઈ 3.5 ફૂટ છે.
સંપૂર્ણ સાળંગપુર ધામ 9.17 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટને પણ 1.35 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં વિસ્તારવામાં આવ્યો છે.
પ્રભુની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે. હનુમાનજીએ ગળામાં ધારણ કરેલાં આભૂષણ 24 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા છે. તેમના હાથના કડા 1.5 ફૂટ ઊંચાઈ અને 2.5 ફૂટ પહોળાઈ ધરાવે છે
આસો વદ પાંચમે થઈ હતી મંદિરની સ્થાપના
વિક્રમ સવંત 1905માં આસો વદ પાંચમના દિવસે બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા સાળંગપુરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને સમય જતા ખૂબ જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું હતું અને તેમાં હનુમાનજીની મૂર્તિ વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવી હતી.
ખૂણે ખૂણેથી લોકો આવે છે હનુમાનજીના દર્શન કરવા
ગુજરાત તેમજ દેશમાંથી પણ ભાવિકો અહીં દર્શન કરવા આવે છે તેમજ વિદેશમાંથી પણ આસ્થાળુઓ કષ્ટભંજન દેવના દર્શન કરવા આવે છે. ખાસ કરીને મંગળવાર, શનિવાર, પૂનમ, અમાસ, હનુમાન જયંતિ, કાળી ચૌદસ અને વિવિધ તહેવારના દિવસો દરમિયાન અહીં ભાવિકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડે છે. અહીં સુખડીનો સ્વાદિષ્ટ પ્રસાદ મળે છે તેમજ આવનારા યાત્રિકો માટે રહેવા તેમજ ભોજનની પણ અહીં સુંદર વ્યવસ્થા છે. કષ્ટભંજન મંદિર વડતાલ મંદિરના તાબા હેઠળ આવે છે