AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપ અને આપના સભ્યોની વરણી કરાઈ

SURAT: સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની આજે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા વરણી કરવામાં આવી હતી.

SURAT: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપ અને આપના સભ્યોની વરણી કરાઈ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 08, 2021 | 3:07 PM
Share

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની આજે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા વરણી કરવામાં આવી હતી. દર વર્ષે અંદાજીત 600 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પદ માટે આજે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ હતી. જેને પગલે શાસક અને વિરોધ પક્ષ દ્વારા બપોરે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે.

સુરત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટેની ચૂંટણી જાહેર થયા બાદ છેલ્લા બાર દિવસ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પૈકી આજે ભાજપ દ્વારા પોતાના દસ અને આમ આદમી પાર્ટી દ્વારા પોતાના બે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોના આધારે ભાજપના 10 અને આમ આદમી પાર્ટીના બે ઉમેદવારોની સંખ્યા નિશ્ચિત હતી.

જોકે આ વખતે પણ બંને પક્ષો દ્વારા પોતાના સંખ્યાના આધારે જ ઉમેદવારોના નામ જાહેર કરતા ચૂંટણી પર પૂર્ણવિરામ મુકાઈ ચૂકયું છે. અને હવે આગામી 18મી એ આ તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જાહેર કરવામાં આવેલા નામોમાં યશોધર દેસાઈ, વિનોદ ગજેરા, રાજેન્દ્ર કાપડિયા, સ્વાતિ સોસા, શુભમ ઉપાધ્યાય, સંજય પાટીલ, નિરંજન જાની, રંજના ગોસ્વામી, રાજેન્દ્ર પટેલ અને અરવિંદ કાકડીયાનો સમાવેશ થાયછે.

જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ જે નામો ચર્ચામાં હતા. તેમના પર જ મહોર મારવામાં આવી છે. આપના બે નામોમાં રાકેશ હિરપરા અને રમેશ હિરપરાની વરણી કરાઈ છે. જે પૈકી રમેશ પરમાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માં જ શિક્ષક તરીકે કાર્યરત હતા અને નિવૃત્ત છે. જ્યારે રાકેશ હિરપરા પાર્ટીના સંસ્થાપક સભ્ય હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: National Best Friend Day 2021: મિત્રનો આભાર માનવા નથી મળતા શબ્દો? તો આ ખાસ વાંચો

આ પણ વાંચો: World Brain Tumour Day 2021: સારવારમાં ના કરશો વિલંબ, જાણો સમયસર સારવાર કેમ છે જરૂરી?

ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">