World Brain Tumour Day 2021: સારવારમાં ના કરશો વિલંબ, જાણો સમયસર સારવાર કેમ છે જરૂરી?

World Brain Tumour Day 2021: આજે વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે છે. મગજની ગાંઠની સ્થિતિમાં વિલંબ કર્યા વિના સારવાર લઈ લેવાની જરૂર હોય છે. જાણો આ બાબતે સમયસર સારવાર જાણો કેમ છે જરૂરી?

  • Updated On - 2:50 pm, Tue, 8 June 21 Edited By: Gautam Prajapati
World Brain Tumour Day 2021: સારવારમાં ના કરશો વિલંબ, જાણો સમયસર સારવાર કેમ છે જરૂરી?
World Brain Tumor Day 2021

World Brain Tumour Day 2021: આજે વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે છે. મગજની ગાંઠ આરોગ્યની એવી સ્થિતિ છે કે જેમાં ખૂબ વિલંબ કર્યા વિના તરત જ સારવાર લઈ લેવાની જરૂર હોય છે. સારવારમાં કોઈપણ વિલંબ સ્થિતિને વધુ જટિલ અને ગંભીર બનાવી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ બની શકે છે. વર્તમાન રોગચાળાના સમયમાં, આવા દર્દીઓની સારવાર કરવી ચિંતાજનક બાબત બની છે, કારણ કે ચેપના ડરથી દર્દીઓ હોસ્પિટલોની મુલાકાત લેવામાં ડરતા હોય છે. અન્ય કેન્સરથી વિપરીત, મગજની ગાંઠ અન્ય અંગોમાં ફેલાતી નથી.

ગાંઠની સારવાર કેટલા સમયમાં લેવી જરૂરી છે ?

મુખ્ય પ્રશ્ન એ છે કે ગાંઠની સારવાર કેટલા સમયમાં લેવી જરૂરી છે ? કારણ કે દરેક કેસ અને સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી સારવાર પણ દરેક કેસમાં અલગ અલગ બની જાય છે. કેટલીક મગજની ગાંઠોમાં કોઈ ન્યુરોલોજીકલ ગૂંચવણ ઉભી થતી નથી પરંતુ કોવિડને કારણે સારવારમાં વિલંબ થવાથી અન્ય મુશ્કેલીઓ થઈ શકે છે. જો કે આ સમય દરમિયાન વિવિધ સારવાર પદ્ધતિઓના વિકલ્પો માટે તમારા ન્યુરોસર્જન સાથે વાત કરવી યોગ્ય રહે છે.

મગજની ગાંઠ જે જીવન માટે જોખમી છે તેની સારવારમાં રાહ જોઇ શકાય નહીં. આવા દર્દીઓ માટે સમયસર સારવારની વ્યવસ્થા કરવી પડે છે.

કિમોથેરાપી અને રોગપ્રતિકારક શક્તિની ચિંતા

કીમોથેરાપી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને તેથી ચેપનું જોખમ વધે છે. આ માટે કેન્સરના દર્દીઓ માટે કોવિડ -19ના કોમ્પ્લિકેશનના કારણે મુશ્કેલી વધી જાય છે. હાલમાં, કેન્સરના દર્દીઓમાં કિમોચિકિત્સાને બદલવા માટે કે અટકાવવા માટે સમર્થન બતાવે તેવા બીજા કોઈ પુરાવા બહાર આવ્યા નથી.

આવામાં ચેપ પર નજર રાખવી પણ મહત્વપૂર્ણ હોવાથી, સમયાંતરે લોહીની તપાસ કરવી હિતાવહ છે. જરૂરી પરીક્ષણો દરમિયાન સલામતી રાખવી પણ તેટલી જ જરૂરી બની જાય છે.

ગાંઠ જ્યારે વધી રહી હોય ત્યારે જોખમ ઓછું હોય છે. જો કે, જો રેડિયેશન શરૂ થયું હોય, તો પછી તેને ચોક્કસ સમયમાં અટકાવવું હિતાવહ છે. કારણ કે કોઈપણ વિલંબ પ્રક્રિયામાં બિનઅસરકારક પરિણામ આપી શકે છે.

લાઈફ સ્ટાઇલમાં બદલાવ

રોગચાળા દરમિયાન મગજની ગાંઠથી પીડાતા દર્દીને અન્ય ચેપ, તણાવથી દૂર રાખવાનું ખૂબ મહત્વ છે.

આ 3 ટીપ્સ છે જેને ફોલો કરી શકાય છે

1) તંદુરસ્ત અને સંતુલિત આહાર લો.

2)મગજને સક્રિય અને શાંત રાખવા માટે હળવી કસરત અથવા ધ્યાન કે યોગા કરો.

3). દરરોજની 7 થી 8 કલાક ઊંઘ લો. સારી ઊંઘ એ દવાનું જ કામ કરે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: Surat: સુરતમાં બાઇસિકલ રિસાયકલ પ્રોજેકટ અંતર્ગત 21 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાઈ સાઇકલ

આ પણ વાંચો: Health Tips: જો નહીં રાખો આ 6 બાબતોનું ધ્યાન, તો વરસાદની મજા બની જશે બીમારીની સજા