AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સરકારનો મોટો નિર્ણય….ખેડૂતોને રાહત, કોન્ટ્રાક્ટરોને આફત ! જમીન અને રસ્તાઓ મામલે મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના વિકાસ અને ખેડૂતોની સુવિધા માટે બે અત્યંત મહત્વના નિર્ણયો લીધા છે. એક તરફ, જમીન વેચવાના કાયદામાં મોટો ફેરફાર કરીને હવે 10 ગુંઠા જેવી નાની જમીન ધરાવતા ખેડૂતો માટે પણ ખરીદ-વેચાણના દ્વાર ખોલી દીધા છે, જેનાથી હજારો લોકોને સીધો ફાયદો થશે.

Breaking News: સરકારનો મોટો નિર્ણય....ખેડૂતોને રાહત, કોન્ટ્રાક્ટરોને આફત ! જમીન અને રસ્તાઓ મામલે મુખ્યમંત્રીનો ઐતિહાસિક નિર્ણય
| Updated on: Apr 01, 2026 | 8:31 PM
Share

રાજ્ય સરકાર દ્વારા બિન ખેતી (NA) અને જમીનના નિયમોમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. હવેથી રાજ્યમાં ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. ટૂકડા ધારામાં કરવામાં આવેલા આ મહત્વના સુધારાને રાજ્યપાલે પણ મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી જમીનમાં નાનો ટુકડો હોવાને કારણે જે મુશ્કેલીઓ પડતી હતી, તે હવે દૂર થશે અને હજારો કેસમાં સીધો ફાયદો થશે.

આ સુધારા મુજબ, નાના ટુકડાના સોદા હવે ફોક નહીં થાય અને તેને વિનામૂલ્યે વિનિયમિત કરવામાં આવશે. આ ઉપરાંત, બિન ખેતી માટે ખેડૂતોને સર્ટિફિકેટ આપવાનો પણ નિર્ણય લેવાયો છે. સાથોસાથ સરકાર દ્વારા જમીનના પ્રીમિયમ દરોમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

રાજ્યમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રસ્તાઓ અંગે એક મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા નોન પ્લાન રસ્તાઓને લઈને લેવામાં આવેલા આ નિર્ણય અંતર્ગત 3,440 કરોડ રૂપિયાના ખર્ચે 5,700 કિમી લંબાઈના કુલ 2,342 કામોને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના નોન પ્લાન રસ્તાઓનું રીસરફેસિંગ કરવામાં આવશે.

રસ્તાઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સરકારે રસ્તાના મેન્ટેનન્સનો સમયગાળો 4 વર્ષથી વધારીને 8 વર્ષ કરી દીધો છે. હવેથી રસ્તાની સંપૂર્ણ જાળવણીની જવાબદારી જે-તે કોન્ટ્રાક્ટરની રહેશે, જેમાં ડામરની સપાટીથી લઈને રસ્તાની આસપાસના સાઈનેજ (બોર્ડ) સુધીની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરના શિરે રહેશે.

આ ઉપરાંત, 25 કરોડ સુધીના રસ્તાના કામો માટે રસ્તાની સમય મર્યાદા (Liability Period) જે અગાઉ 4 વર્ષની હતી, તે વધારીને હવે 7 વર્ષ કરવામાં આવી છે. સરકારના આ કડક વલણ અને નવા નિયમોથી રાજ્યના રસ્તાઓની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે.

01 એપ્રિલના મહત્વના સમાચાર: આજથી નવો આવકવેરા અધિનિયમ 2025 થયો લાગુ,નોકરીયાત વર્ગ માટે HRAના નવા નિયમો લાગુ

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">