Bhupendra Patel Swearing-in LIVE: રાજ્યના 17મા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત 400 મહેમાનોએ આપી હાજરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 4:39 PM

Gujarat New Chief Minister Oath Taking LIVE Updates: ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત શ્રી ભૂપેંદ્ર પટેલને આજે મુખ્યમંત્રીશ્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા

Bhupendra Patel Swearing-in LIVE: રાજ્યના 17મા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિત 400 મહેમાનોએ આપી હાજરી
Bhupendra Patel Swearing-in LIVE

Bhupendra Patel Swearing-in LIVE: ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદનામિત શ્રી ભૂપેંદ્ર પટેલને આજે મુખ્યમંત્રીશ્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ વેળાએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Madhya Pradesh CM Shivraj Singh Chouhan), હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર ( Haryana CM Manohar Lal Khattar ), ગોવાના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંત ( Goa CM Pramod Sawant ), કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈ( Karnataka CM Basavaraj Bommai ),

ભારત સરકાર ના ગૃહ અને સહકાર વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઇ શાહ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર, આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા, કોલસા-ખાણ અને સંસદીય કાર્ય વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોષી, મત્યપાલન-પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રુપાલા, કેન્દ્રીય આયુષ વિભાગના રાજ્યમંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરા,

રેલવે વિભાગના રાજ્યમંત્રી શ્રીમતિ દર્શના જરદોશ, ભારતીય જનતા પક્ષના મહામંત્રીશ્રીઓ બી. એલ. સંતોષ, શ્રી અરુણ સિંહ, રાજ્ય અને રાષ્ટ્રના આદરણીય સંતો-મહંતો, ગણમાન્ય વરિષ્ઠ અગ્રણીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, તથા શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

પદનામિત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શપથગ્રહણ કર્યા પૂર્વે, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Sep 2021 02:40 PM (IST)

    Bhupendra Patel Swearing-in LIVE: ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા આપવા નેતા અને પ્રદેશનાં પદાધિકારીઓએ લાઈન લગાડી

    Bhupendra Patel Swearing-in LIVE: નવા વરાયેલા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા આપવા માટે ચાર રાજ્યનાં મુખ્યપ્રધાન સહિત કેન્દ્રમાં નવા વરાયેલા પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખાસ વિજય રૂપાણી અને નીતિનભાઈ પટેલનાં આશીર્વાદ લીધા હતા

  • 13 Sep 2021 02:21 PM (IST)

    Bhupendra Patel Swearing-in LIVE: ગુજરાતનાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા

    Bhupendra Patel Swearing-in LIVE: ગુજરાતનાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા. અમિત શાહ સહિત ગુજરાતનાં અધિકારીઓ અને રાષ્ટ્રીય નેતાગીરીની વચ્ચે ઈશ્વરનાં નામે પદ અને ગુપ્તતાનાં શપથ ગ્રહણ કર્યા .

  • 13 Sep 2021 02:18 PM (IST)

    ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ પહોચ્યા રાજભવન, થોડીક જ વારમાં ભૂપેન્દ્ર પટેલ લેશે મુખ્યપ્રધાન પદના શપથ

    ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહ પહોચ્યા રાજભવન, થોડીક જ વારમાં ભૂપેન્દ્ર પટેલ લેશે મુખ્યપ્રધાન પદના શપથ. રાજ્યપાલ દેવવ્રતજી ભૂપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવશે.

  • 13 Sep 2021 02:08 PM (IST)

    રાજભવન ખાતે ભાજપના ધારાસભ્યો, સાંસદ, પક્ષના હોદ્દાદારો પહોચ્યા

    ગાંધીનગર રાજભવન ખાતે ગુજરાતના 17મા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની યોજાનારી શપથવિધિમાં ઉપસ્થિત રહેવા માટે ભાજપના ધારાસભ્યો, સાંસદો, ભાજપના પ્રદેશકક્ષાના હોદ્દેદારો વગેરે પહોચ્યા છે. થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ પદનામિત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે રાજભવન પહોચશે.

  • 13 Sep 2021 01:51 PM (IST)

    ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપ ગુજરાતમાં સત્તા જાળવી રાખશેઃ કિરીટ સોલંકી

    Bhupendra Patel Swearing-in અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોકટર કિરીટ સોલંકીએ, ભૂપેન્દ્ર પટેલને મુખ્ય પ્રધાનપદ માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યુ કે, ભાજપ ક્યારેય પરિવારવાદમાં માનતી નથી. જેના કારણે જ સામાન્ય જનતામાંથી મુખ્યપ્રધાનની પસંદગી કરવામાં આવે છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપ સત્તા જાળવી રાખશે. તેમની કામગીરી ઉપર સહેજ પણ શંકા રાખવાની જરૂર નથી. પાર્ટી અને સંગઠન તેમની સાથે જ છે.

  • 13 Sep 2021 01:37 PM (IST)

    અમિત શાહ, સી આર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, નીતિન પટેલે ગાંધીનગર સર્કિટ હાઉસમાં યોજી બેઠક

    Bhupendra Patel Swearing-in: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ એરપોર્ટ ખાતે આવીને સીધા જ ગાંધીનગર સર્કિટ હાઉસ પહોચ્યા હતા. અમિત શાહની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, પદનામિત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કાર્યકારી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ તેમની સાથે સર્કિટ હાઉસ ખાતે પહોચ્યા છે. સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી.

  • 13 Sep 2021 01:21 PM (IST)

    શપથવિધિમાં ભાગ લેવા અમદાવાદ પહોચ્યા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ

    Bhupendra Patel Swearing-in: ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેની શપથવિધિમાં સહભાગી થવા માટે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ (Madhya Pradesh CM Shivraj Singh Chouhan) અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે શિવરાજસિંહ ચૌહાણનું અમદાવાદ શહેર ભાજપના પદાધિકારીઓએ સ્વાગત કર્યુ હતું.

    શિવરાજસિંહ ચૌહાણ પૂર્વે હરીયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર અમદાવાદ આવી પહોચ્યા છે. અમદાવાદથી તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા.

  • 13 Sep 2021 01:14 PM (IST)

    ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોચ્યા અમદાવાદ

    Bhupendra Patel Swearing-in કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને હરીયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોચ્યા છે. અમિત શાહ અમદાવાદ એરપોર્ટ ખાતે, પહોચ્યા ત્ચારે તેમનુ સ્વાગત પદનામિત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે સ્વાગત કર્યુ હતું.

Published On - Sep 13,2021 1:05 PM

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">