અમદાવાદથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ભાવનગર ગયેલા 13 લોકો કોરોના પોઝિટીવ

ભાવનગર જિલ્લામાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.છેલ્લા બે દિવસમાં કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા છે.આ ૧૫ પૈકી ૧૩ કેસ અમદાવાદ લગ્ન પ્રસંગે જઇને પરત આવેલાની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા છે.

અમદાવાદથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ભાવનગર ગયેલા 13 લોકો કોરોના પોઝિટીવ
corona

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સામે આવેલી વિગત મુજબ અમદાવાદમાં (Ahmedabad) સિંધુ ભવન રોડ પર લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ગયેલા ભાવનગરના (Bhavnagar) 13 લોકો કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.છેલ્લા બે દિવસમાં કોરોનાના નવા ૧૫ કેસ નોંધાયા છે.આ ૧૫ પૈકી ૧૩ કેસ અમદાવાદ લગ્ન પ્રસંગે જઇને પરત આવેલાની ટ્રાવેલ હિસ્ટ્રીવાળા છે.

હાલ શહેરમાં કુલ ૨૪ દર્દી સારવાર લઈ રહ્યાં છે.તો બીજી તરફ કોરોનાના કેસ વધતા કોર્પોરેશન પણ સતર્ક બન્યું છે.હર ઘર દસ્તકની સાથે હર દુકાન પર દસ્તક અભિયાન શરૂ કરાયું છે.એટલું જ નહીં માસ્ક ન પહેરનાર લોકોને ૧૦૦૦ રૂપિયાનો દંડ પણ શરૂ કરવામાં આવ્યો છે.

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના ભય વચ્ચે ગુજરાતમાં  06 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકમાં 38 નવા કેસ નોંધાયા.જ્યારે 37 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 8.17 લાખથી વધુ લોકો સાજા થયા છે.રીકવરી રેટ વધીને 98.74 ટકાએ પહોંચ્યો. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 350 એ પહોંચી છે.

જેમાં 05 લોકો વેન્ટિલેટર પર છે જયારે 345 લોકો સ્ટેબલ છે. તેમજ કોરોનાથી અત્યાર સુધી કુલ 10095 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતના જામનગરમાં કોરોનાના ઓમીક્રોન વેરીએન્ટનો સત્તાવાર રીતે એક કેસ નોંધાયો છે.જયારે વિદેશથી આવેલા અન્ય લોકોને થયેલા કોરોનાના પગલે તેમના સેમ્પલ જીનોમ સિકવેન્સ માટે મોકલવામાં આવ્યા છે.

જેમાં અમદાવાદ શહેરમાં 09 , વડોદરામાં 08, નવસારીમાં 04, વલસાડમાં 04, સુરતમાં 03, અમદાવાદ જિલ્લામાં 01, આણંદમાં 01, અરવલ્લીમાં 01, ભાવનગર શહેરમાં 01 , ગાંધીનગર શહેરમાં 01, મહીસાગરમાં 01, મહેસાણા 01, રાજકોટ શહેરમાં 01, રાજકોટમાં જિલ્લામાં 01, સુરત જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.

આ પણ  વાંચો : Ahmedabad: ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરનાર એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો, પાકિસ્તાનમા પણ થતાં હતા કોલ

આ પણ  વાંચો : ગુજરાતમાં પાટીદાર યુવાનો સામેના તમામ કેસો પરત ખેચવા સીએમ ભૂપેન્દ્ર પટેલનું આશ્વાસન : દિનેશ બાંભણિયા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati