Ahmedabad: ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરનાર એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો, પાકિસ્તાનમા પણ થતાં હતા કોલ

Crime: ખૂબ ઓછા ખર્ચે ગલ્ફ દેશોમાંથી ભારત કોલ થતા હતા આ સર્વિસ પુરી પાડવા માટે આરોપીઓ દ્વારા વપરાશકર્તા પાસેથી પેકેજ સ્વરૂપે નાણાં વસુલવામાં આવતા હતા.

Ahmedabad: ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરનાર એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો, પાકિસ્તાનમા પણ થતાં હતા કોલ
Crime Branch Ahmedabad
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Dec 06, 2021 | 8:32 PM

ગલ્ફ દેશો (Gulf Country) માંથી ભારત (India) માં આવતા ઇન્ટરનેશનલ કોલ (International Calls) ને લોકલ કોલમાં તબદીલ કરી ભારત સરકાર (Indian Government) તેમજ નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓને નુકસાન પહોંચાડનાર એક આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch Ahmedabad ) ધરપકડ કરી છે. આરોપી દ્વારા જે નેટવર્ક ચલાવવામાં આવતું હતું તેમાંથી પાકિસ્તાન (Pakistan) થી પણ કેટલાક કોલ થયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે..

ગલ્ફ દેશોમાંથી ભારતમાં વોઈપ કોલ (VOIP call) કરવા પર પ્રતિબંધ છે જેથી ગલ્ફ દેશોમાંથી ભારતમાં કોઈપણ રાજ્યમાં કોલ કરવા માટે લોકલ કોલ કરવો પડે છે જે ખૂબ ખર્ચાળ હોય છે જો કે પકડાયેલ આરોપી દ્વારા ગલ્ફ દેશોમાંથી ભારત ફોન કરવા ઇચ્છતા નાગરિકોને ખર્ચ બચાવવા માટે વિશેષ સોફ્ટવેર બનાવવામાં આવ્યું હતું જેના મારફતે ISD કોલને લોકલ કોલમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને ત્યારબાદ VOIP સર્વિસનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ કોલને રૂટ કરીને લોકલ કોલમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

જેથી ખૂબ ઓછા ખર્ચે ગલ્ફ દેશોમાંથી ભારત કોલ થતા હતા આ સર્વિસ પુરી પાડવા માટે આરોપીઓ દ્વારા વપરાશકર્તા પાસેથી પેકેજ સ્વરૂપે નાણાં વસુલવામાં આવતા હતા. ગ્રાહકો દ્વારા કોલ કરતી વખતે વેઇટિંગ અથવા કોલ એન્ગેજ ન આવે તે માટે આરોપીઓ દ્વારા 1000 કોલની SIP લાઇન સાથેનું આખું સેટઅપ ઉભું કરવામાં આવ્યું હતું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઝડપેલા આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ડવાયન માઈકલ ફેરિરા ઉર્ફે ટોની છે. જે પુણે નો રહેવાસી છે તમામ સેટઅપ ટોની દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું. આરોપીઓ દ્વારા ફક્ત 11 દિવસમાં જ 12.46 લાખ કોલ દુબઈ , ઓમાન તેમજ પાકિસ્તાન સહિતના દેશોમાંથી રૂટ કરીને ભારતમાં કરવામાં આવ્યા હતા જેનાથી ભારત સરકાર તેમજ GSM નેટવર્ક પ્રોવાઇડ કરનારી કંપનીઓને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવેલો તબરેઝ કટારીયા સરખેજ નો રહેવાસી છે જે ટોની ના સંપર્કમાં આવ્યો હતો અને અમદાવાદમાં કોલસેન્ટર નું સેટઅપ કરવા માટેની જગ્યા આરોપી દ્વારા પુરી પાડવામાં આવી હતી.

ક્રાઇમબ્રાન્ચની તપાસમાં પાકિસ્તાનથી પણ ભારતમાં કોલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે જો કે આ પ્રકારના રૂટ કરાયેલા કોલનો કોઈ રેકોર્ડ રહેતો નથી જેને કારણે દેશની સુરક્ષા અને સલામતીને પણ આવા કોલથી નુકસાન થવાની શકયતા રહેલી છે. હાલ તો ક્રાઇમબ્રાન્ચ દ્વારા મુખ્ય આરોપી ડવાયન માઈકલ ફેરિરા ઉર્ફે ટોની ને શોધવા અલગ અલગ ટિમો બનાવવામાં આવી છે. આરોપી ઝડપાયા બાદ આ કોલ સેન્ટર ને લઈને મહત્વના ખુલાસા થવાની શકયતા ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: કંગના રનૌતે દિલ્હી વિધાનસભાની સમિતિ સમક્ષ હાજર થવા માટે માગ્યો વધુ સમય

આ પણ વાંચો: ક્યાંક 30 રૂપિયા તો ક્યાંક 140 રૂપિયા પ્રતિ કિલો, વરસાદના કારણે એક ટામેટાના ભાવ થયા અનેક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">