સુરત અને ભાવનગરને પણ મળશે નવા મેયર, મહાનગરપાલિકામાં 11 સભ્યોની ભાજપના મેન્ડેટ પ્રમાણે થશે જાહેરાત
આજે ભાવનગર અને સુરતને પણ આજે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક એમ 5 પદાધિકારીઓના નામની પસંદગી થશે. તો આ સાથે 11 સભ્યોની ભાજપના મેન્ડેટ પ્રમાણે જાહેરાત પણ કરાશે. ભાવનગરના નવા મેયરનું પદ OBC માટે અનામત છે. ભાવનગરના નવા મેયર માટે બાબુ મેર, ભરત બારડ અને મહેશ વાજાનું નામ રેસમાં છે. જે પૈકી બાબુ મેરનું નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે.

New Mayor : આજે રાજ્યની કુલ 4 મહાનગરપાલિકામાં નવા મેયરની પસંદગી કરવામાં આવશે. જેમાં ભાવનગર અને સુરતને પણ આજે નવા મેયર સહિત નવા હોદ્દેદારો મળશે. જેમાં ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક એમ 5 પદાધિકારીઓના નામની પસંદગી થશે. તો આ સાથે 11 સભ્યોની ભાજપના મેન્ડેટ પ્રમાણે જાહેરાત પણ કરાશે.
આ પણ વાંચો : Surat: અમદાવાદ અને વડોદરા બાદ સુરતને મળશે નવા મેયર, જાણો કોણ છે રેસમાં, જુઓ Video
આજે સુરતમાં 11 કલાકે સામાન્ય સભા બોલાવાઈ છે. તે પહેલા ભાજપની સંકલનની બેઠક મળશે. તેમાં જ ભાજપ શહેર પ્રમુખ, નવા 5 પદ માટેના નામોને મેન્ડેટ આપશે. ત્યારે હોદ્દેદારોના નામનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ વખતે મેયર માટે સૌરાષ્ટ્રવાસી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનમાં મુળ સુરતીને તક મળે તેવી અટકળો છે.
ભાવનગરના નવા મેયરનું પદ OBC માટે અનામત
કોના નામ ચર્ચામાં છે. કોણ સંભવિત છે, તેવા નામો પર પણ નજર કરીએ તો.મેયર તરીકે ચાર નામ રેસમાં છે. કિશોર મિયાણી, દક્ષેશ માવાણી, ચીમન પટેલ અને રાજુ જોળીયા. તો બીજી તરફ ડેપ્યુટી મેયર તરીકે, ઉર્વશી પટેલ, નેન્સી શાહ, સોમનાથ મરાઠે અને રેશ્મા લાપસીવાળાના નામ ચર્ચાઈ રહ્યા છે. આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે, ચીમન પટેલ, દક્ષેશ માવાણી, સુધાકર ચૌધરી અને વ્રજેશ ઉનડકટના નામ પણ ચર્ચા છે.
ભાવનગરના નવા મેયરનું પદ OBC માટે અનામત છે. ભાવનગરના નવા મેયર માટે ત્રણ નામ બાબુ મેર, ભરત બારડ અને મહેશ વાજાનું નામ રેસમાં છે. જે પૈકી બાબુ મેરનું નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. બાબુ મેર માલધારી સમાજમાંથી આવે છે. અને લોકસભા ચૂંટણીમાં માલધારી સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. લોકસભાની ચૂંટણીને આડે હવે થોડા જ મહિના બાકી બચ્યા છે. ત્યારે મેયરની નિમણૂકમાં લોકસભા ચૂંટણીના સમીકરણોને પણ ધ્યાનમાં લેવાય તેવું લાગી રહ્યું છે.
કેટલાક વરિષ્ઠ આગેવાનોના મતે ભાવનગરના મેયર પદે ફરી એકવાર મહિલાને તક પણ મળી શકે છે. OBC સમાજની મહિલા અગ્રણીઓની વાત કરીએ તો ભાવના બારૈયાની નિમણૂક થાય તેવી પણ શક્યતા છે. જો કે મોવડી મંડળ પસંદગીનો કળશ કોના પર ઢોળાય છે.