Surat: અમદાવાદ અને વડોદરા બાદ સુરતને મળશે નવા મેયર, જાણો કોણ છે રેસમાં, જુઓ Video
આવતીકાલે એટલે કે મંગળવારના રોજ 11 કલાકે સામાન્ય સભા યોજાશે. તે પહેલા ભાજપની સંકલનની બેઠક મળશે. તેમાં જ ભાજપ શહેર પ્રમુખ 5 પદોના નામોને મેન્ડેટ આપશે. ત્યારે હોદ્દેદારોના નામનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ વખતે મેયર માટે સૌરાષ્ટ્રવાસી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનમા મુળ સુરતીને તક મળે તેવી અટકળો છે.
Surat : અમદાવાદ અને વડોદરાને નવા મેયર (Mayor) મળી ગયા છે. જો કે, સુરતના મેયરના નામની જાહેરાત આવતીકાલે થવાની છે. સુરત મહાનગરપાલિકામાં અઢી વર્ષની ટર્મનો આજે છેલ્લો દિવસ છે. આવતીકાલે નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક એમ 5 પદાધિકારીઓના નામની પસંદગી થશે તો આ સાથે 11 સભ્યોની ભાજપના મેન્ડેટ પ્રમાણે જાહેરાત પણ કરાશે.
આવતીકાલે એટલે કે મંગળવારના રોજ 11 કલાકે સામાન્ય સભા યોજાશે. તે પહેલા ભાજપની સંકલનની બેઠક મળશે. તેમાં જ ભાજપ શહેર પ્રમુખ 5 પદોના નામોને મેન્ડેટ આપશે. ત્યારે હોદ્દેદારોના નામનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ વખતે મેયર માટે સૌરાષ્ટ્રવાસી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુળ સુરતીને તક મળે તેવી અટકળો છે.
કોના નામ ચર્ચામાં છે, કોણ સંભવિત છે, તેવા નામો પર નજર કરીએ તો મેયર તરીકે ચાર નામ રેસમાં છે. કિશોર મિયાણી, દક્ષેશ માવાણી, ચીમન પટેલ અને રાજુ જોળીયા. તો બીજી તરફ ડેપ્યુટી મેયર તરીકે, ઉર્વશી પટેલ, નેન્સી શાહ, સોમનાથ મરાઠે અને રેશ્મા લાપસીવાળાના નામ ચર્ચાઈ રહ્યા છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે, ચીમન પટેલ, દક્ષેશ માવાણી, સુધાકર ચૌધરી અને વ્રજેશ ઉનડકટના નામની ચર્ચા છે.