Surat : ઉધના વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએ જુગાર રમતા 21 લોકો ઝડપાયા, જુઓ Video

શ્રાવણિયો જુગાર (Gambling)રમનારા જાણે છેલ્લી ઘડીના દાવ પણ રમી લેવા માગે છે.  સુરતના ઉધના વિસ્તારમાંથી શ્રાવણિયો જુગાર રમતા કુલ 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.  બે અલગ અલગ જગ્યાએ દરોડો પાડી જુગાર રમી રહેલા 21 જુગારીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 4:04 PM

Surat : શ્રાવણ મહિનો પુરો થવાને હવે ગણતરીના દિવસ બાકી છે. ત્યારે શ્રાવણિયો જુગાર (Gambling) રમનારા જાણે છેલ્લી ઘડીના દાવ પણ રમી લેવા માગે છે.  સુરતના ઉધના વિસ્તારમાંથી શ્રાવણિયો જુગાર રમતા કુલ 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.  બે અલગ અલગ જગ્યાએ દરોડો પાડી જુગાર રમી રહેલા 21 જુગારીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો-Ahmedabad: રિવરફ્રન્ટ પર ઓવર સ્પીડિંગ રોકવા ટ્રાફિક પોલીસની કામગીરી, સ્પીડ ગન સાથે પોલીસ જવાનો તહેનાત કરાયા

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ કલ્યાણ કુટીરમાં ઘરની અગાસી પર કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હતા. માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી જુગાર રમતા 17  લોકોને ઝડપી પાડ્યા હતા. જુગારીઓ પાસેથી પોલીસે  દાવ પરના રોકડા રૂપિયા, 16 મોબાઈલ ફોન વગેરે મળી કુલ 1.71 લાખની મત્તા કબજે કરી હતી અને ઝડપાયેલા તમામ જુગારીઓ સામે ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં ઉધના ભારત નગર મસ્તી પાણીની ગલીમાં જુગાર રમતા 4 ઇસમોને ઉધના પોલીસે ઝડપી પાડ્યા હતા, ત્યાંથી પોલીસે 21 હજારની મત્તા કબજે કરી હતી. આમ બે અલગ અલગ જગ્યાએ જુગાર રમતા ઇસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
g clip-path="url(#clip0_868_265)">