ભાવનગરમાં યમદૂતના રૂપમાં ફરી રહ્યા છે રખડતા ઢોર ! છતાં કામગીરીમાં તંત્રના થાબડભાણાનો કોંગ્રસનો આરોપ

Bhavnagar : શહેરમાં ઢોર પકડવાની કામગીરી અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, મનપાના શાસકોને લમ્પી વાયરસનું બહાનું મળ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 10:00 AM

ભાવનગર (Bhavnagar) મહાનગરમાં રખડતા ઢોરનો (Stray Cattle) ત્રાસ ચરમસીમાએ છે. શહેરના લગભગ તમામ રસ્તાઓ પર ઢોર અડિંગો જમાવી બેસેલા જોવા મળે છે. ટ્રાફિકમાં અડચણરૂપ ઢોર ક્યારેક અકસ્માતનું (Accident) પણ કારણ બને છે,ત્યારે છેલ્લા ઘણા સમયથી શહેરમાં મહાનગરપાલિકાએ ઢોર પકડવાની કામગીરી સદંતર બંધ કરી દિધી છે,વળી શહેરના મેયર (Bhavnagar mayor Kirti Danidhariya) પણ હાસ્યસ્પદ બહાનું આગળ ધરે છે.લમ્પી વાયરસના (Lumpy virus) કહેર વચ્ચે ઢોરનો જમાવડો કરવા તેમજ પકડવા હિતાવહ નથી, જેને લઈ મહા નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી બંધ છે.

કોંગ્રેસ પ્રમુખે મનપાના શાસકો પર લગાવ્યા ગંભીર આરોપ

જોકે શહેરમાં ઢોર પકડવાની કામગીરી અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, મનપાના શાસકોને લમ્પી વાયરસનું બહાનું મળ્યું છે. વાયરસ ના હતો ત્યારે પણ ઢોર પકડવાની કામગીરી બંધ હતી. વળી, મનપાના કર્મચારીઓ શહેરના એક સ્થળેથી ઢોર પકડી બીજા સ્થળે છોડી દેતા હોવાનું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતુ. ઉપરાંત મનપાના ઢોરવાડામાં 5 જેટલા પશુઓના મોત થયા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ 700 જેટલા ઢોરને છોડી મુક્યા હતા. જેને કારણે પણ શહેરમાં રખડૃતા ઢોરની સંખ્યા વધી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">