IND vs SL: ભાવનગરમાં જન્મેલા છગ્ગાબાજ ક્રિકેટરને શ્રીલંકા પ્રવાસમાં મોકો નહી મળતા દિલ તૂટ્યાનો અહેસાસ

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે જૂલાઇ માસ દરમ્યાન વ્હાઇટ બોલ સિરીઝ રમાનારી છે. અનેક યુવા ક્રિકેટરોને આશા હતી કે, સિનીયર ખેલાડીઓની ગેરહાજરીમાં પોતાને પરફોર્મન્સ બતાવવાની તક મળશે. જોકે કેટલાક માટે તે આશા ફળી છે, તો કેટલાકની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

IND vs SL: ભાવનગરમાં જન્મેલા છગ્ગાબાજ ક્રિકેટરને શ્રીલંકા પ્રવાસમાં મોકો નહી મળતા દિલ તૂટ્યાનો અહેસાસ
Sheldon Jackson
Avnish Goswami

| Edited By: Utpal Patel

Jun 11, 2021 | 4:40 PM

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે જૂલાઇ માસ દરમ્યાન વ્હાઇટ બોલ સિરીઝ રમાનારી છે. 3 વન ડે અને 3 T20 શ્રેણી રમવા માટે ભારતીય ટીમ (Team India) નુ એલાન BCCI એ કર્યુ છે. અનેક યુવા ક્રિકેટરોને આશા હતી કે, સિનીયર ખેલાડીઓની ગેરહાજરીમાં પોતાને પરફોર્મન્સ બતાવવાની તક મળશે. જોકે કેટલાકને માટે તે આશા ફળી છે, તો કેટલાકની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આવો જ એક ભાવનગર (Bhavnagar) ના છગ્ગાબાજ ક્રિકેટર છે, શેલ્ડન જેક્સન (Sheldon Jackson). તેણે સોશિયલ મીડિયા પર તુટેલા દિલને પોસ્ટ કરીને નિરાશા દર્શાવી છે.

IPL સ્થગિત થયા બાદ કેટલાક ક્રિકેટરો શ્રીલંકા પ્રવાસની રાહ જોઇ રહ્યા હતા. કારણ કે ભારતીય ટીમના સિનીયર ખેલાડીઓ સહિતની ટીમ ઇંગ્લેંડ પ્રવાસે પહોંચી છે. જ્યાં તે સાડા ત્રણ માસ જેટલો સમય વિતાવનાર છે. આ દરમ્યાન શ્રીલંકામાં મર્યાદિત ઓવરની બે શ્રેણી રમાનાર હોવાથી અન્ય ટીમ મોકલવાનું નિશ્વિત હતું. જેથી કેટલાક ખેલાડીઓને પરિસ્થિતીને આધીન મોકો મળવાની આશા હતી.

શ્રીલંકાના પ્રવાસે (Sri Lanka Tour) જનારી ટીમમાં સામેલ નહી થવાને લઇને જેક્સન નિરાશ થયો છે. તેની પસંદગી ટીમમાં નહી થવાને લઇને તેણે સોશિયલ મીડિયા પર તૂટેલા દિલને પોસ્ટ કર્યુ હતું. જેનાથી એ બાબત સ્પષ્ટ છે કે, તે પોતાને કેટલો તૂટેલો અનુભવી રહ્યો છે. તેના દુ:ખમાં પ્રશંસકોમાં પણ નિરાશા જોવા મળી હતી. ફેન્સ પણ તેના સમર્થનમાં આવ્યા હતા. જોકે બાદમાં તેણે પ્રેકટીસનો એક વિડીયો શેર કરીને કેપ્શન લખી કે, સૂરજ ફરી ઉગશે, હું ફરીથી પ્રયાસ કરીશ.

ભાવનગરમાં જન્મેલ શેલ્ડન જેક્સન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌરાષ્ટ્રની ટીમ વતીથી રમતો હતો. ગત વર્ષ 2020 ના જુલાઇ માસથી તે પોંડુચેરીની ટીમ સાથે જોડાયો હતો. IPL કલકત્તા નાઇટ રાઇડર્સે (KKR) તેને 2021 ના ઓકશન દરમ્યાન ખરીદ્યો હતો. આ અગાઉ તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતો હતો.

ચાર સિઝનમાં 750 પ્લસ

34 વર્ષીય જેકસન રણજી ટ્રોફી (Ranji Trophy) ની પાછળની બે સિઝન દરમ્યાન સતત 800 થી વધુ રન બનાવી ચુક્યો છે. જેકશન તે ચાર ખેલાડીઓમાં સામેલ છે, જેમણે રણજી ટ્રોફીની ચાર સિઝનમાં 750 કે તેથી વધુ રન બનાવ્યા હોય. જેમાં અભિનવ મુકુંદ, વિનોદ કાંબલી અજય શર્મા અને જેક્શન સામેલ છે.

100થી વધુ છગ્ગા

રણજી ટ્રોફીમાં જેકસન 100થી વધારે છગ્ગા લગાવી ચુક્યો છે. જેકસનનું કહેવુ છે, કે તેની આ બાબતની ક્યારેય ચર્ચા નથી કરવામાં આવતી. તેનું કહેવુ છે કે, તેણે આ ફોર્મેટમાં જોખમની જરુરીયાત નહી હોવા છતાં, તેને જોખમ ઉઠાવ્યું છે. તેનો મતલબ મારી પાસે રમત તો છે. તેમ છતાં તેને ટીમમાં સ્થાન નહી મળવાનો અફસોસ છે. શેલ્ડન જેક્સને એક ઇન્ટરવ્યુમાં અગાઉ કહી ચુક્યો છે કે, 30 થી વધુ વર્ષના ખેલાડીઓને ટીમમાં નથી પસંદ કરવામાં આવતા.

ક્રિકેટ પ્રદર્શન

જેક્સન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 76 મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 49.42 ની સરેરાશ થી 5634 રન બનાવ્યા છે. આ દરમ્યાન તેણે 19 શતક અને 27 અર્ધશતક લગાવ્યા હતા. 186 રનની તે સર્વોચ્ચ ઇનીંગ રમી ચુક્યો છે. આ ઉપરાંત T20 ક્રિકેટમાં તે 54 મેચ રમીને 998 રન નોંધાવી ચુક્યો છે. જે તેણે 22.17 ની સરેરાશથી કર્યા છે. સાથે જ 5 અર્ધશતક લગાવી ચુક્યો છે. શેલ્ડનને શ્રીલંકા પ્રવાસમાં સામેલ થવાની ખૂબ આશા હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati