18 એપ્રિલે લેવાશે ગુજકેટની પરીક્ષા, ભાવનગરમાંથી 4948 વિદ્યાર્થી નોંધાયા

આ પરીક્ષામાં કુલ 3 પેપરો લેવાશે. જેમાં પ્રથમ પેપરમાં ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રનું પેપર સંયુક્ત લેવાશે જેમાં બન્ને વિષયોના ઓએમઆર પદ્ધતિના 40-40 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના 80 ગુણ રહેશે અને તેના માટે 120 મિનિટ નો સમય આપવામાં આવશે.

18 એપ્રિલે લેવાશે ગુજકેટની પરીક્ષા, ભાવનગરમાંથી 4948 વિદ્યાર્થી નોંધાયા
Symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 8:11 AM

રાજ્યમાં આ વર્ષે 18 એપ્રિલને સોમવારે ગુજકેટ (Gujcat) ની પરીક્ષા લેવામાં આવશે. જેમાં ભાવનગર (Bhavnagar) શહેર અને જિલ્લામાં કુલ 4948 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. ભાવનગરમાં આ પરીક્ષા માટે કુલ 24 સેન્ટર અને 250 બ્લોક રાખવામાં આવ્યાં છે તેમ ડીઇઓ કચેરીના મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતુ. ગુજકેટની પરીક્ષામાં ભાવનગરમાં આ વર્ષે કુલ 4948 પરીક્ષાર્થી નોંધાયા છે અને તે પૈકી ગુજરાતી માધ્યમના 4105 અને અંગ્રેજી માધ્યમના 843 વિદ્યાર્થીઓ છે. જ્યારે એ ગ્રુપના 1223 તેમજ બી ગ્રુપના 3725 વિદ્યાર્થીઓ (students) નોંધાયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સાયન્સની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ ગઇ હોય ગ્રૂપ-એ, ગ્રૂપ-બી અને ગ્રૂપ- એ,બીના વિદ્યાર્થીઓ 18 એપ્રિલે લેવાનારી ગુજકેટની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે.ગુજકેટની પરીક્ષામાં વ્યાખ્યાઓ, સિદ્ધાંતો, નિયમો, વિધાનો, એકમો, સૂત્રો અને નાની ગણતરીઓ આધારિત પ્રશ્નો પુછાય છે. આ પ્રમાણે શક્ય હોય એટલા જુદા-જુદા વિભાગ પ્રમાણે તૈયારી કરવી જોઈએ. તા.18 એપ્રિલે યોજાનારી ગુજકેટની પરીક્ષામાં સવારે 10 થી 4 વાગ્યા સુધીમાં ત્રણ પેપરો ભાવનગર સહિતના તમામ જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે લેવામાં આવશે. તેમ ડીઈઓ કચેરીના રાજુભાઈ ભટ્ટે જણાવ્યું હતું.

આ પરીક્ષામાં કુલ 3 પેપરો લેવાશે. જેમાં પ્રથમ પેપરમાં ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્રનું પેપર સંયુક્ત લેવાશે જેમાં બન્ને વિષયોના ઓએમઆર પદ્ધતિના 40-40 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના 80 ગુણ રહેશે અને તેના માટે 120 મિનિટ નો સમય આપવામાં આવશે. જ્યારે જીવવિજ્ઞાન અને ગણિતના પેપરો અલગ-અલગ રહેશે અને તેમાં 40-40 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેમાં 60-60 મિનિટ નો સમય આપવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: PM મોદી અને HM અમિત શાહનો આ મહિને પણ ગુજરાત પ્રવાસ યથાવત રહેશે, BJP તૈયારીમાં લાગી

આ પણ વાંચોઃ Surendranagar: વઢવાણમાં સગીરા સાથે બ્રેકઅપ બાદ યુવકે તેના ચુંબન કરતા ફોટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દીધા, ઠપકો આપવા જતાં ધીંગાણુ, 6ની ધરપકડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">