AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar: વઢવાણમાં સગીરા સાથે બ્રેકઅપ બાદ યુવકે તેના ચુંબન કરતા ફોટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દીધા, ઠપકો આપવા જતાં ધીંગાણુ, 6ની ધરપકડ

સગીરાના પરિવારજનો યુવકને ઠપકો આપવા ગયાં હતા. તે દરમિયાન બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા મેહુલ અને તેમા પરિવારના 8 સભ્યોએ સગીરાના પરિવારજનો પર લાકડી અને ધારીયા સહીતના હથિયારો વડે હુમલો કરતા બે વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ (Hospital) લઇ જવાયા હતાં.

Surendranagar: વઢવાણમાં સગીરા સાથે બ્રેકઅપ બાદ યુવકે તેના ચુંબન કરતા ફોટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દીધા, ઠપકો આપવા જતાં ધીંગાણુ, 6ની ધરપકડ
Surendranagar: After a breakup with Sagira in Wadhwan, a young man uploaded a photo of her kissing him on Instagram, Dhinganu was going to reprimand, 6 arrested
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 7:22 AM
Share

વઢવાણ (Vadhavan) માં સગીરાને ચુંબન કરતા ફોટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવા બાબતે ઠપકો આપતા ધીંગાણુ થયુ હતુ અને હુમલો કરનાર ૬ શખ્સોને પોલીસ (Police) ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. વઢવાણમાં રહેતા યુવકે સગીરા (teenager) ને ચુંબન કરતા ફોટો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરતા સગીરાના પરિવારજનો યુવકને ઠપકો આપવા ગયા હતાં. તે દરમિયાન યુવક અને તેના પરિવારજનો એ ઉશ્કેરાઇને સગીરાના પરિવારજનો પર હુમલો કરતા બે વ્યક્તિઓ ને ઇજાઓ થઇ હતી. આ મામલે સગીરાના પરિવારજનોએ ફરીયાદ નોંધવતા વઢવાણ પોલીસે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આજના સોશિયલ મિડીયાના યુગમાં યુવકો અને યુવતીઓ સોશિયલ મિડીયાનો ઉપયોગ કરવા પાછળ ઘેલા બનયા છે ત્યારે વઢવાણમાં સોશિયલ મિડીયાના દુરઉપયોગ કરવા બાબતે બે પરિવારો બાખડી પડ્યા હતાં. આ બનાવ અંગે વઢવાણ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વઢવાણમાં રહેતી એક સગીરાને મેહુલ સોંડાભાઇ ચૌહાણ નામના યુવક સાથે અગાઉ પ્રેમસંબંધ હતો પરંતુ ત્યાર બાદ પરિવારજનોએ સમજાવતા સમગ્ર મામલો થાળે પડી ગયો હતો. ત્યારે મેહુલે થોડા દિવસો અગાઉ સગીરાને ચુંબન કરતો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરતા સગીરાના પરિવારજનો મેહુલને ઠપકો આપવા ગયાં હતા. તે દરમિયાન બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા મેહુલ અને તેમા પરિવારના 8 સભ્યોએ સગીરાના પરિવારજનો પર લાકડી અને ધારીયા સહીતના હથિયારો વડે હુમલો કરતા બે વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતાં.

હુમલો કરવા બાબતે સગીરાના પરિવારજનોએ મેહુલ સહીત કુલ 9 શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે હાલ મેહુલ સોડાભાઇ દલવાડી, અજય સોડાભાઇ દલવાડી, બળદેવ કાળુભાઇ દલવાડી, સોંડાભાઇ કાળુભાઇ, ભરત કાળુભાઇ દલવાડી સહિતના છ આરોપીની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય ૩ આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સગીરાના કાકા પર આરોપીઓએ ધારીયા, કુહાડી, પાઇપથી હુમલો કરતા સગીરાના કાકાને ગંભીર હાલતમાં હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા છે અને પોલીસે તમામ આરોપીઓને કોરોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે અને ત્યારબાદ કોર્ટમાં રજુ કરવામાં આવશે, પરંતુ આ કિસ્સો સમાજ માટે પણ આંખ ઉધાડનારો છે. સગીરાને અગાઉ યુવક જોડે પ્રેમ સંબધ હતો અને સગીરાએ યુવક જોડે ફોટો પડાવેલ પરંતુ ત્યાર બાદ બન્ને વચ્ચે મનમેળ નહિ રહેતા યુવકે યુવતીના ચુંબન કરતા ફોટો ઇન્સ્ટાગ્રામમાં મુકી દીધા હતા.

આ પણ વાંચોઃ Vadodara: બુટલેગરના સાગરીતોનો સ્ટેટ મોનિટરિંગ ટીમ પર હુમલો, PSI ઇજાગ્રસ્ત, બુટલેગરને છોડાવી ટોળું ફરાર

આ પણ વાંચોઃ બાપુના જન્મસ્થળ નજીક આયોજિત માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કરવું એ મારું સૌભાગ્ય છે : રામનાથ કોવિંદ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">